Jasprit Bumrah: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. આ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે ટીમથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને હર્ષિત રાણાને તક આપવામાં આવી છે.હર્ષિતનો અત્યાર સુધીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.દર્શક મિત્રોને સવાલ થતો હશે કે બુમરાહને કેમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તક નહીં મળી હોય. તેનો જવાબ નીચે મુજબ છે.
બુમરાહ ઈજાને કારણે બહાર
જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે પરેશાન હતો. તે હજુ સુધી સંપૂર્ણ રીતે ફિટ થયો નથી. બુમરાહ (Jasprit Bumrah) ની ઈજા તેના પર ભારે પડી છી. બુમરાહને આ કારણે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી.બુમરાહ (Jasprit Bumrah) ની પીઠના નીચેના ભાગમાં ઈજા છે. ખુદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ વાતનો ખુલાસો કર્યો છે. બોર્ડે તેની સત્તાવાર વેબસાઈટ પર લખ્યું છે કે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર છે.
બુમરાહના સ્થાને હર્ષિત રાણાને મળ્યું સ્થાન
હર્ષિત જમણા હાથનો ફાસ્ટ બોલર છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનો શાનદાર રેકોર્ડ છે. આ સાથે તેણે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ પણ કર્યું છે. હર્ષિત ભારતીય ટીમની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે. તેણે અત્યાર સુધીમાં બે વનડે મેચ રમી છે અને આ દરમિયાન તેણે 4 વિકેટ ઝડપી છે. તેણે બે ટેસ્ટ મેચમાં 4 વિકેટ ઝડપી છે. હર્ષિત ફોર્મમાં છે અને તેણે મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો વિશ્વાસ જીતી લીધો છે.
વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સ્થાન મળ્યું
ભારતે બોલિંગ આક્રમણમાં યુવા બોલરોની સાથે સાથે અનુભવી બોલરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તરફથી રમતા જોવા મળશે. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. ટીમે કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર અને વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.