Champions Trophy 2025 Schedule Announced: ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) 2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 19 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાશે. ટીમ ઈન્ડિયાનો પ્રથમ મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારતીય ટીમ તેની તમામ મેચ દુબઈમાં રમશે.ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ દુબઈમાં અને બીજી સેમીફાઈનલ લાહોરમાં રમાશે. ફાઈનલ માટે બે શહેરોની પસંદગી કરવામાં આવી છે.
ફાઈનલ માટે બે શહેરોની પસંદગી કરવામાં આવી
આઈસીસીએ ફાઈનલ મેચ માટે બે સ્થળો પસંદ કર્યા છે. આમાં પહેલું સ્થળ લાહોરનું ગદ્દાફી સ્ટેડિયમ છે. જ્યારે બીજું સ્થળ દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ છે.આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં રમાઈ રહી છે. જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો આ મેચ દુબઈમાં યોજાશે. જો ટીમ ઈન્ડિયા ફાઇનલમાં નહીં પહોંચે તો લાહોરમાં રમાશે.
ભારતની આ તારીખે મેંચ
20 ફેબ્રુઆરી – ભારત વિ બાંગ્લાદેશ
23 ફેબ્રુઆરી – ભારત વિરુદ્ધ પાકિસ્તાન
02 માર્ચ – ભારત વિ. ન્યુઝીલેન્ડ
ટીમ ઈન્ડિયા બે વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી
ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ની છેલ્લી સિઝન 2017માં યોજાઈ હતી. જ્યારે પાકિસ્તાને ફાઇનલમાં ભારતીય ટીમને હરાવીને ટાઈટલ જીત્યું હતું. હવે આગામી સિઝનમાં કુલ 8 ટીમો ભાગ લેશે જેમાં યજમાન પાકિસ્તાન, ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ની પ્રથમ સિઝન 1998માં થઈ હતી. ત્યારથી અત્યાર સુધી 8 વખત યોજાઈ છે. આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ની 9મી સિઝન યોજાવાની છે. 8માંથી ભારત અને ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 2-2 વખત જીત્યો છે. ભારતીય ટીમે 2002માં પ્રથમ વખત શ્રીલંકા સાથે સંયુક્ત રીતે ચેમ્પિયન થઈ હતી