પાકિસ્તાનનો ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી વનડે ફોર્મેટના ICC રેન્કિંગમાં ફરી એકવાર નંબર 1 બોલર બની ગયો છે. શાહિને કુલદીપ યાદવ, રાશિદ ખાન અને કેશવ મહારાજને પાછળ છોડી નંબર 1 રેન્કિંગ પર પહોંચી ગયો છે.
શાહીન શાહ નંબર 1 બોલર
શાહીન શાહ આફ્રિદી લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ હતો પરંતુ તેણે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝમાં શાનદાર બોલિંગ કરી હતી. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર 3 મેચમાં 8 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. આ પહેલા કેશવ મહારાજ નંબર 1 બોલર હતા પરંતુ બે પોઈન્ટના ઘટાડા સાથે તેઓ ત્રીજા સ્થાને આવી ગયા હતા. બીજી તરફ કુલદીપ યાદવએક સ્થાન નીચે આવી ગયો છે.
પાકિસ્તાને 22 વર્ષ બાદ 2-1થી સિરીઝ જીતી
નંબર 1 બોલર બન્યા બાદ શાહીન શાહ આફ્રિદીના ચાહકો ઉજવણી કરી રહ્યા છે. આફ્રિદી લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો પરંતુ હવે ફરી એકવાર તે સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. શાહીન માટે છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ ખરાબ હતા. તેને ટેસ્ટ ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો પરંતુ હવે તેની વાપસી થશે. શાહીનની નજર ટી20 શ્રેણીમાં સારા પ્રદર્શન પર રહેશે. પાકિસ્તાને વનડે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આ ટીમે 22 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે વનડે શ્રેણી જીતી છે.
ICCએ અન્ય ટીમો સાથે વાતચીત કરી
આઇસીસીએ બીજો પ્લાન તરીકે દક્ષિણ આફ્રિકામાં ટુર્નામેન્ટનું આયોજન કરવાની યોજના બનાવી છે. એટલે કે, જો પાકિસ્તાન હાઈબ્રિડ મોડમાં ઈવેન્ટનું આયોજન કરવા તૈયાર નથી, તો સમગ્ર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવશે. મીડિયા અહેવાલમાં આઈસીસીના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે હાલમાં આવા કોઈ મુદ્દા પર ચર્ચા થઈ નથી. હાલમાં ICC દક્ષિણ આફ્રિકામાં ટૂર્નામેન્ટનું આયોજન કરવાની યોજના ધરાવતું નથી અને તેથી આ મુદ્દે હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી.