Chaitar Vasava અધિકારીઓ સામે લાલઘૂમ, કેવડિયામાં દુકાનો નહિ આપો તો તાળા તોડીશું..

Chaitar Vasava – ચૈતર વસાવાએ અધિકારીઓ આડેહાથ લીધા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સ્થાનિક આદિવાસી સમાજ અને શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી આપવાના મુદ્દે ધારાસભ્યે નર્મદા નિગમના અધિકારીઓ સામે હુંકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 150 જેટલી દુકાનો બનાવવામાં આવી હતી, જેનો હેતુ સ્થાનિક લોકોને રોજગારીની તકો પૂરી પાડવાનો હતો.

જો કે, આ દુકાનો લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તે ધૂળ ખાઈ રહી છે અને તેના તાળાં ખૂલ્યા નથી. ધારાસભ્ચ ચૈતર વસાવાએ નર્મદા નિગમના અધિકારીઓ પર આક્ષેપ કર્યો કે, આ દુકાનો એકતાનગરના આદિવાસી સમાજના લોકોને ભાડે આપવાની યોજના હોવા છતાં, અધિકારીઓ તેને સોંપવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે ચેતવણી આપી કે, જો 10 દિવસમાં આ દુકાનો ભાડે આપવામાં નહીં આવે, તો તેઓ તાળાં ખોલીને શિક્ષિત બેરોજગાર યુવાનોને આ દુકાનો સોંપી દેશે.

Scroll to Top