થોડા દિવસ પહેલા ડેડિયાપાડાની સરકારી ઓફિસની અંદર ધારાસભ્ય Chaitar Vasava સહિત ત્યાંના કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર હતા. ATVT ની બેઠકની અંદર મામલો ગરમાતા ધારાસભ્ય Chaitar Vasasa એ છૂટો ગ્લાસ ફેંક્યો હોવાના આક્ષેપો ભાજપના નેતા દ્વારા લગાવવામાં આવ્યા. હવે આ ઘટનાની અંદર શું સત્ય છે? શું સાચું છે શું ખોટું છે હજી સુધી બહાર નથી આવ્યું. પરંતુ આ તમામની વચ્ચે ચૈતર વસાવાના જામીન અરજી મૂકવામાં આવ્યા હતા, જો કે પોલીસે એફિડેવિટ રજૂ ન કરતા ગઈકાલે સુનાવણી ન થઈ.
હવે સરકારી વકીલનું એક ચોકાવનારું નિવેદન સામે આવ્યું છે. નિવેદનની અંદર વકીલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવાની સામે 18 જેટલા ગુના નોંધાયેલા છે. જેમાંથી મોટા ભાગના ગુનાઓની અંદર તેઓ જામીન પર છે. કેટલાક ગુનાઓની અંદર શરત પણ ભંગ થઈ છે. એટલે આ કેસની અંદર તેમને જામીન ન મળે એ માટે ભૂતકાળના જે કેટલાક કેસો છે જેમાં શરત ભંગ થઈ છે એ તમામને લઈને રજૂઆત કોર્ટની અંદર કરવામાં આવશે. જો આ રજૂઆત કોર્ટની અંદર કરવામાં આવે છે તો કદાચ ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થશે.
આ પણ વાંચો – Chaitar Vasava: ગોપાલ ઈટાલિયાને વકીલનો વળતો જવાબ