Chaitar Vasava: આદિવાસી યુવાનોએ જેલ બહાર લાગ્યા નારા

Chaitar Vasava

દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસથી એક મુદ્દો એ સતત ચર્ચાની અંદર રહ્યો છે. મુદ્દો ધારાસભ્ય Chaitar Vasava ને લઈને છે. ATVT ની બેઠકની અંદર ચૈતર વસાવા અને સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ બંને આમને સામને આવ્યા છે. ત્યારબાદ Chaitar Vasava ની સામે ગુનો દાખલ થયો હતો. તેમની ધરપકડ કરવામાં આવી અને ત્યારથી લઈને આજ દિન સુધી સતત દક્ષિણ ગુજરાતની અંદર આ મુદ્દો એ એટલો ધગધગતો રહ્યો છે. હવે એ ન માત્ર નર્મદા અને ભરૂચ જિલ્લા પૂરતો પરંતુ હવે આ મામલો વડોદરા પહોંચ્યો છે.

Vadodara થી Vadodara Central Jail ની બહાર આદિવાસી સમાજના યુવાનો પહોંચ્યા અને આ તમામ યુવાનોએ સાથે મળીને એક લલકાર ત્યાંથી કરી હતી. જ્યાં સુધી ચૈતર વસાવાને છોડવામાં ન આવે ત્યાં સુધી હવે આગામી સમયે લડવા માટેની તૈયારી દર્શાવી છે. આદિવાસી સમાજના યુવાનોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે જો ચૈતર વસાવાને નહીં છોડવામાં આવે તો આગામી સમયમાં આદિવાસી સમાજના યુવાનો દ્વારા નવા આંદોલનની તૈયારી પણ કરવામાં આવશે. અને આ આહ્વાન એ વડોદરા સેન્ટ્રલ જેલની બહારથી કર્યું હતું.

 આ પણ વાંચો – Chaitar Vasava: ભાજપના સાંસદ ધવલ પટેલે કહ્યું…

Scroll to Top