મનરેગા કૌભાંડ અંગે Chaitar Vasava એ મોટો ધડાકો કર્યો છે. ચૈતર વસાવાએ પત્રકાર પરિષદ કરી અનેક ખુલાસા કર્યા છે. ચૈતર વસાવાએ આ કૌભાંડમાં હીરા જોટવાનું નામ ખોલ્યું છે. Hira Jotva ની Jalaram Enterprise નું નામ ચૈતર વસાવાએ પત્રકાર પરિષદમાં ખોલ્યું છે. ચૈતર વસાવાનું કહેવું છે કે કરોડો રૂપિયાનું કામ જલારામ એન્ટરપ્રાઇઝે નર્મદા જિલ્લામાં કર્યું છે. ચૈતર વસાવાએ આક્ષેપ લગાવ્યા છે કે ગ્રાઉન્ડ ઝીરો પર કોઈ કામ નથી થયું. આ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે મંત્રી Bachu Khabad ની સાથે મળીને હીરા જોટવાએ કૌભાંડ કર્યું છે.
આ પણ વાંચો – Kadi : કડી વિધાનસભા પેટાચૂંટણીમાં BJP માંથી ઉમેદવાર નક્કી?
દાહોદ જિલ્લામાં મંત્રી બચુ ખાબડના દીકરાઓની એજન્સીઓએ મનરેગામાં કરેલા કૌભાંડના પુરાવાઓ મળ્યા હતા. પછી મંત્રીના બંને પુત્રોની ધરપકડ પણ થઈ ગઈ, પરંતુ બચુ ખાબડના દીકરાઓ તો આ કિસ્સામાં નાના ખેલાડીઓ છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ કૌભાંડમાં વધુ કોના નામના ખુલાસા થાય છે. વધુમાં ચૈતર વસાવાએ આક્ષેપો લગાવતા કહ્યું છે કે આની પણ તપાસ થવી જોઈએ. બચુ ખાબડના પુત્રોની સાથે હીરા જોટવાની પણ તપાસ થવી જોઈએ. બચુ ખાબડના દીકરાની સાથે હીરા જોટવા પણ હતા. જલારામ એન્ટરપ્રાઇઝ નર્મદા જિલ્લામાં બચુ ખાબડના ઈશારે જ કામ કરવા આવી હતી. કરોડો રૂપિયાનું કૌભાંડ એ હીરા જોટવાના નામે પણ કર્યું હોવાના આક્ષેપો ચૈતર વસાવાએ લગાવ્યા છે.