Chaitar Vasava: સંજય વસાવાનો બબાલને લઇ ધડાકો

Chaitar Vasava

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava અને ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે મારામારી થઈ છે. Sanjay Vasava એ ધારાસભ્ય ચૈતર વસાવા પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકવા, લાફા ઝીંકવા અને ગોળી મારી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, જેના પગલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. જેમાં ચૈતર વસાવાની ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચો – Chaitar Vasava: રાજુ કરપડા થયા લાલઘૂમ

સંજય વસાવાના આક્ષેપ મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. સંજય વસાવાએ જણાવ્યું કે, જ્યારે તેમણે ધારાસભ્યને સરકારી મીટિંગ દરમિયાન મહિલા કર્મચારી સાથે ગેરવર્તન કરતા અને અધિકારીઓ જોડે કામોની ગેરવર્તણૂક પૂર્વક માગણી કરતા રોકવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે સરકારી મીટિંગ દરમિયાન આવી વાત ના કરાય, ત્યારે ચૈતર વસાવા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા કહ્યું કે “હું ધારાસભ્ય છું મને ના શિખવાડીશ”. આટલું કહીને કાચનો ગ્લાસ અને મોબાઈલ ફોન છુટ્ટો માર્યો હતો અને લાફા ઝીંક્યા હતા.

 

 

Scroll to Top