આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava અવારનવાર આક્રમક મૂડમાં જોવા મળતા હોય છે. આજે પ્રાંત કચેરી ખાતે જ્યારે મીટિંગ મળી હતી. ત્યારે પણ આક્રમક અંદાજમાં જોવા મળ્યા. AAP ના ધારાસભ્ય Chaitar Vasava અને ભાજપના નેતા સામ સામે આવી ગયા. મારામારી સુધીની ઘટના પણ સામે આવી ત્યારબાદ હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે, તે આજે ભાજપના નેતા સંજય વસાવા સામ સામે આવી ગયા હતા. મામલો મારામારી સુધી પહોંચી ગયો હોવાની વાત સામે આવી રહી છે. ડેડિયાપાડામાં પ્રાંત કચેરી ખાતે આજે એક મીટિંગ મળી હતી અને આ મીટિંગ દરમિયાનની આ ઘટના બની હતી. આ મીટિંગ આયોજન પંચને લઈને દેડિયાપાળાના પ્રાંત કચેરી ખાતે મળી હતી. આ મીટિંગમાં તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા છે તેમની સાથે ત્રણ અન્ય માણસોને લઈને આવ્યા હતા. જેને લઈને ચૈતર વસાવા દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
શા માટે આ મીટિંગની અંદર ત્રણ નવા માણસો તમે લઈને આવ્યા છે. જો કે આયોજન પંચની કમિટી બનાવવાની હતી તેમાં આ ત્રણ સભ્ય છે. તેમને દાખલ કરવા માટે કલેક્ટરે આદેશ કર્યો હોવાનો વાત છે તે સંજય વસાવા દ્વારા કરવામાં આવી હતી. આ બોલાચાલી ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે ઉગ્ર બની ગઈ હતી. ત્યારે આ બાબતને લઈને જ્યાં હાજર પોલીસ જવાનો જે હતા તે પણ મામલો થાળે પાળવા માટે વચ્ચે પડ્યા હતા. જો કે ચૈતર વસાવા દ્વારા પાણીનો ગ્લાસ છૂટો ફેંકવામાં આવ્યો સંજય વસાવા પર અને આ દરમિયાન આ પાણીનો ગ્લાસ છે તે પોલીસ કર્મીને જઈને વાગ્યો હતો.
આ પણ વાંચો – Patidar Samaj: ગાંધીનગર બાદ જૂનાગઢમાં મોટી બેઠક
હવે જોવાનું રહ્યું કે આ ફરિયાદમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે પરંતુ હાલ જે મોટા સમાચાર જે મળી રહ્યા હતા કે ચૈતર વસાવા જે અવારનવાર આક્રમક અંદાજમાં જોવા મળતા હોય છે તે ફરી આજે આક્રમક અંદાજમાં જોવા મળ્યા પરંતુ વાત મારામારી સુધીની પહોંચી ગઈ હતી હવે જ્યારે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આખો મામલો શું હતો અને શા માટે ઘટના મારામારી સુધી પહોંચી ગઈ હતી અને હવે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું હવે એવી પણ ચર્ચા છે કે શું શું ચૈતર વસાવાની આ મામલે ધરપકડ થશે કે શું હવે આ તમામ બાબત ઉપર પોલીસ જ્યારે ખુલાસો કરશે