જેલમાંથી બહાર આવીને ધારાસભ્ય Chaitar Vasava એ સરકાર વિરુદ્ધ પોતાના અવાજને વધુ મજબૂત રીતે ગજાવ્યો છે. ચૈતર વસાવાએ જણાવ્યું કે “સત્ય પરેશાન તો થઈ શકે છે, પરંતુ પરાજિત થઈ શકતું નથી.” આ એક જ વાક્યે તેમના સંદેશાને સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યો છે – સંઘર્ષો છતાં તેઓ પીછેહઠ નહીં કરે. ચૈતર વસાવાએ જેલના દ્વાર બહાર જ સરકારને સીધો પડકાર આપ્યો. તેમણે આડકતરી રીતે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે આવનારા દિવસોમાં જનહિતના પ્રશ્નો માટે તેઓ વધુ તીવ્રતા સાથે લડત ચલાવશે.
આ પણ વાંચો – AAP Gujarat: MLA ને પતાવવાની સોપારી લેવાઈ?
રાજકીય વર્તુળોમાં આ નિવેદનને “સૌથી મોટું ધડાકો” માનવામાં આવી રહ્યું છે. જેલમાંથી મુક્ત થયા પછીની તેમની પ્રથમ જ જાહેર ટિપ્પણી એ સંકેત આપે છે કે તેઓ આવતા સમયમાં વિરોધના મોરચે આગળ રહેવાના છે. Chaitar Vasava એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે સંઘર્ષનો નવો અધ્યાય શરૂ થવાનો છે. તેમના આ નિવેદનોને કારણે રાજકીય ગરમી વધી ગઈ છે અને સરકાર સામે નવા પડકારો ઊભા થવાના સંકેત સ્પષ્ટ છે.



