– કલેકટર નેહા કુમારી મુદ્દે મોટું આંદોલન કરવાના એંધાણ આપ્યા
– ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં દલિત-આદિવાસી લોકો પ્રદર્શન કરશે
– દલિત આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનાર તમામ અધિકારીઓ અને સિસ્ટમ વિરુદ્ધ
મહીસાગરના કલેક્ટર નેહા કુમારીના વિવાદિત નિવેદનના વિરોધમાં આક્રોશ દર્શાવવા માટે આજે આદિવાસી સમાજ દ્વારા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીજ્ઞેશ મેવાણી, વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા, ધારાસભ્ય ચૈતર વસાવા, તામિલનાડુના સાંસદ શશીકાંત સેંથિલ, કોંગ્રેસ પાર્ટીના CWC સદસ્ય પૂર્વ IAS સદસ્ય પૂર્વ IAS કે. રાજુ, અનુસૂચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ લિલોથીયા સેવાદળ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ હાજર રહ્યા હતા
કલેકટર નેહા કુમારી મુદ્દે મોટું આંદોલન કરવાના એંધાણ આપ્યા
કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે મહામાનવ અને આપણા સંવિધાનના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે આજે સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ પ્રશાસનની તાનાશાહી હોવા છતાં પણ હજારોની સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં આવ્યા હતા. તેને હું સલામ કરૂ છું.
ગમે તેટલા પ્રયાસ કરી લો, પરંતુ તમે દલિત, આદિવાસી, ઓબીસી અને માઈનોરીટીના અવાજને દબાવી શકવાના નથી. બાબા સાહેબે આપેલા સંવિધાનની શક્તિનો આ અવાજ છે માટે તમે આવાજને ક્યારેય પણ દબાવી શકશો નહીં.
ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં દલિત-આદિવાસી લોકો પ્રદર્શન કરશે
વધુમાં તેમણે કહ્યું કે લડાઈ ફક્ત એક કલેક્ટર નેહા કુમારી સામે નથી પરંતુ અમારી લડાઈ દલિત અને આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા ગુજરાતના અને તમામ દેશના અધિકારીઓ સામેની લડાઈ છે. અને આવા અધિકારીઓને બચાવનાર ભાજપ સરકાર સામે પણ અમારી લડાઈ છે. સરકાર જો આ અધિકારીઓને બચાવવાનું કામ કરશે તો આવનારા સમયમાં આદિવાસી વિસ્તારમાં એક પણ સરકારી કાર્યક્રમ નહીં થવા દઈએ. આ વિસ્તારના કે, રાજ્યના નહીં પરંતુ ભાજપના મંત્રીઆ કલેક્ટરને બચાવવા માટે હવાતિયા મારી રહ્યા છે.