- એમ્બ્યુલન્સ ન પહોંચતા મહિલાએ રસ્તામાં બાળકને જન્મ આપ્યો
- રોડ રસ્તા ન હોવાને કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી
- સરકારે આદિવાસી વિસ્તારની વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ આજે ફરીથી ગુજરાત સરકાર સામે માડ્યો છે. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડ હતી. ગામમાં રસ્તા ન હોવાના કારણે આ ગામમાં એમ્બ્યુલન્સ કે આરોગ્યનો કોઈ સ્ટાફ પહોંચી શક્યો નહીં. તેના કારણે ગામના લોકોએ મળી આ મહિલાને જોલીમાં ઊંચકીને લઈ જાવાની ફરજ પડી હતી..
આ મહિલાને જોલીમાં ઊંચકીને લઈ જાવાની ફરજ પડી
ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ની પ્રતિમા બનાવી. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી ફક્ત 10 કિલોમીટર દૂરના ગામમાં આટલી ગંભીર પરિસ્થિતિ છે. આ વિસ્તારના ગામોમાં શિક્ષણ, સિંચાઈ, આરોગ્ય, પીવાના પાણી, અભાવ રોજગારનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આ વિસ્તાર વિકાસથી વંચિત રહી ગયો છે.
આઝાદીના આટલા વર્ષ પછી આ વિસ્તાર વિકાસથી વચિંત
દેશ આઝાદ થયાને આજે 10-20 વર્ષ નહીં પરંતુ 78 વર્ષ થયા છે. છતા આજે પણ આદિવાસી વિસ્તારોમાં આવી પરિસ્થિતિ છે. સરકારે આ વરવી વાસ્તવિકતાની સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં સારા રોડ રસ્તા બનાવા જોઈએ. જે જવાબદાર છે તેમના પર કાયદેસરની કાર્યવાહી થાય, એવી અમારી માંગ છે.