Chaitar Vasava એ પાટીદોરો સાથે આ સમાજના કેસો પાછા ખેંચે તેવી માંગ

Chaitar Vasava: રાજ્ય સરકારે 2013માં થયેલા પાટીદાર (patidar) આંદોલનમાં પાટીદાર યુવક સામે વિવિધ કેસો કરવામાં આવ્યા હતા. રાજદ્રોહ સહિતના કેસોમાંથી હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરીયા, ચિરાગ પટેલને રાજ્ય સરકારે મુક્તિ આપી હતી.આનંદીબેન પટેલ સરકારે લગાવેલા કેસ ભૂપેન્દ્ર પટેલ સરકારે પરત ખેંચ્યા હતા.હવે આ મુદ્દે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ એસ.સી, એસટી, ઓબીસી, માઈનોરીટી, વિદ્યાર્થી, કર્મચારીઓ અને ખેડૂતોના આંદોલનમાં પણ જે લોકો પર કેસ કરવામાં આવ્યા છે તે કેસોને પણ સરકાર પરત ખેંચે તેવી માંગ કરી હતી.

ચૈતર વસાવાએ સરકાર સામે કરી આ માંગ

ચૈતર વસાવા (Chaitar Vasava)  એ મીડિયાને જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર (patidar) આગેવાનો પર દેશદ્રોહ સહિતના ગંભીર ગુનાઓ તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે.જેને આવકારૂ છું, પરંતુ સાથે સાથે એસસી, એસટી અને ઓબીસીના તથા માઈનોરીટીના આંદોલન દરમિયાન તથા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ખેડૂતોના આંદોલન દરમિયાન જે પણ કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તેવા ગંભીર પ્રકારના તમામ કેસોને પણ ગુજરાત સરકાર પરત ખેંચે એવી અમારી માંગણી છે.

બીજા સમુદાય સાથે અન્યાય કરવામાં આવે

તેમણે વધુમાં કહ્યું આપણે સમાનતાની વાતો કરીએ છીએ, સમાન નાગરિક સંહિતાની વાતો કરીએ છીએ, ત્યારે એક સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે છે અને બીજા સમુદાય સાથે અન્યાય કરવામાં આવે છે. ત્યારે આ સમાનતાની વાતો પોકળ સાબિત થતી હોય છે. માટે અમારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે જે પણ આંદોલન દરમિયાન ચાહે એ આદિવાસીનું આંદોલન હોય, ઓબીસીનું આંદોલન હોય કે એસસી સમાજનું આંદોલન હોય કે વિદ્યાર્થીઓનું કે ખેડૂતોનું આંદોલન હોય એ દરમિયાન સરકાર દ્વારા જે પણ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. તમામ કેસોને પરત ખેંચીને સરકાર દ્વારા આ તમામ લોકોને રાહત આપવામાં આવે તેવી અમારી માંગ છે.

 

 

Scroll to Top