Chaitar Vasava બુટલેંગર સાથે નાચતા ખળભળાટ, હવે કરી સ્પષ્ટતા

Chaitar Vasava: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) થોડા દિવસ પહેલા સુરત ખાતે મિત્ર વિજય વસાવાના બહેન હીનાબેનના લગ્નમાં ગયા હતા. આ લગ્રમાં ચૈતર વસાવા (Chaitar Vasava) એક બુટલેગર સાથે નાસ્તા જોવા મળ્યા હતા. આ ઘટના બાદ ચૈતર વસાવાએ મીડિયા સામે આવી આ વિવિદ પર પ્રતિક્રિયા આપી હતી.

શું કહ્યું ચૈતર વસાવાએ

ચૈતર વસાવા (Chaitar Vasava) એ વીડિયો જાહેર કરી કહ્યું જમણવાર કર્યા બાદ હીનાબેને નાચવા બોલાવ્યો હતો.મિત્રો સાથે લગ્નમાં નાચી રહ્યા હતા, આ દરિમયાન એક અન્ય વ્યક્તિ પણ આ નાચ ગાનમાં જોડાયા અને બાદમાં તમામને જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજના મોટો બૂટલેગર છે.ગ્ન દરમિયાન એ બુટલેગર અમારી સાથે નાચગાનમાં જોડાયા હતા, પરંતુ અમારી સાથે તે વ્યક્તિના કોઈ સંબંધ નથી. એ વ્યક્તિ સાથે કોઈ પરિચય નથી અને અગાઉ અમે ક્યારેય મળ્યા પણ નથી. લગ્નમાં મોટી સંખ્યામાં લોકો હોવાથી આવા કોઈ વ્યક્તિ અમારી સાથે નાચવા લાગ્યા પરંતુ એ વ્યક્તિ કોણ છે તેનાથી અમે તદ્દનના અજાણ હતા.

બૂટલેગરના ભાજપ સાથે સંબધ

આમ આદમી પાર્ટી હંમેશા દારૂબંધીના મુદ્દા ઉઠાવ્યા છે અને દારૂનો ધંધો કરનાર તમામ લોકોનો વિરોધ કર્યો છે.દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી.વિધાનસભામાં પણ આ મુદ્દા પર અમે પોતાની વાત સ્પષ્ટપણે મૂકી છે. આ વ્યક્તિ વિશે અમે માહિતી મેળવી ત્યારે અમને જાણવા મળ્યું કે આ બુટલેગર ભાજપના સક્રિય સભ્ય છે.ગણપતભાઈ વસાવા અને કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ આ વ્યક્તિના સારા સંબંધો છે. એ વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ તમામ લોકો સાથેના તેના ફોટા પણ છે.

Scroll to Top