આ રાજનીતિની કહેવત છે કે કોઈ કાયમી તમારો દોસ્ત નથી હોતો અને કોઈ ક્યારેય તમારો કાયમી દુશ્મન નથી હોતો. આ વિચારધારાઓની લડાઈ હોય છે એ જ રીતના અત્યારે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને લડત આપી રહી છે. એ પછી ગુજરાતમાં બનતા અનેક મુદ્દા હોય ક્યારેક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તમને ભેગી જોવા મળશે. પણ જ્યારે ચૂંટણીની વાત આવે ત્યારે ત્રણેય પક્ષો એકબીજાની સામે સામે ટીકા અને ટિપ્પણીઓ કરતા હોય છે. ફરીથી એવી જ ઘટના બની છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava ની જ્યારથી પોલીસે અટકાયત કરી છે. ત્યારથી હવે મામલો ગરમાયો છે.
આદિવાસી વિસ્તાર હોય કે પછી ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા હોય એ અત્યારે Chaitar Vasava ને લઈ અને ખૂબ ચર્ચામાં આવી રહ્યા છે નિવેદનો આપી રહ્યા છે પણ તેની સાથે સાથે હવે પક્ષ અને પાર્ટી ભૂલી અને સમાજની વાહરે આવવાની વાત કરી અને કોંગ્રેસના ધારાસભ્ય Anant Patel પણ હવે ચૈતર વસાવાની સાથે આવ્યા છે.
આ પણ વાંચો – Chaitar Vasava: સમર્થકો પહોંચ્યા રાજપીપળાથી વડોદરા