થોડા દિવસ પહેલા ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમા ડીટોક્ષ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 3 ડિસેમ્બરના રોજ બપોરે 12:40 વાગે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા. વસાવાએ પરિવારની દયનીય હાલત જોઈને કંપનીને રજૂઆત કરી કે માનવતાની દ્રષ્ટિએ પરિવારને વળતરની રકમ આપવામાં આવે. વળતરની રકમની જાહેરાત આપ્યા બાદ જ અમે ડેડબોડી સ્વીકારીશું તેવી માંગ કરી હતી.
પોલીસ અરજદાર બનીને મારા પર FIR કરી
ચૈતર વસાવાએ કહ્યું કે સ્થાનિક નેતાઓને પેટમાં તેલ રેડાયું. તેમને પોલીસ સાથે મિલી ભગત કરીને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. શિયાળીયા પોતે અરજદાર બનીને મારા પર FIR કરી છે. ભરૂચના એસપીને કહેવા માંગીએ છીએ કે અમે 35 જેટલા વિડિયો જાહેર કર્યા છે જેના કારણે તમારી ઊંઘ હરામ થઈ ગઈ છે. પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય જે 35 વિડિયો આપ્યા છે તે વીડિયોમાં દેખાતા કયા અધિકારીઓ કોના માટે કયા દારૂના ઠેકા પરથી ઉઘરાણી કરે છે એના પર તપાસ કરે તેને કાયદેસરની કાર્યવાહી કરે.
જેલો મોટી કરી દેજો તમારી જેલોમાં બેસવા માટે આવી રહ્યા છીએ
ચૈતર વસાવાએ હુંકાર ભરતા કહ્યું કે એફઆઇઆર કરવાથી અમારો અવાજ દબાવાનો નથી. ભરૂચની જનતા અને બેરોજગારોનો અવાજ ખોટી FIRથી દબાવી શકાશે નહીં. આવનારા દિવસોમાં તમે તમારી જેલો મોટી કરી દેજો કારણ કે અમે મોટી સંખ્યામાં તમારી જેલોમાં બેસવા માટે આવી રહ્યા છીએ.પોલીસ અધિકારીઓને જણાવવા માંગીશ કે સરકારો તો બદલાતી રહેશે અને તમારો પગાર જનતાના ટેક્સના પૈસાથી ચૂકવાય છે તો તમે નિષ્પક્ષ કાર્યવાહી કરો અને કોઈની એક ચમચાગીરી કરવાની જરૂરત નથી.