Chaitar Vasava: ચૈતર વસાવાએ ભાજપ સરકારને આપી ચીમકી, કાયદામાં સુધારો કરો નહીંતર……..

  • ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનાર દીકરી મોત
  • કડકમાં કડક કાયદા બનાવીને આવા બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવે
  • મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગુજરાતની ઘટના પર મૌન

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં 10 વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનામાં વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ બાળકીનું આઠ દિવસની સારવાર બાદ મોત નિપજ્યું છે. બાળકીને બે દિવસમાં ત્રણ યુનિટ લોહી ચઢાવવામાં આવ્યું હતું. તેમ છતાં ગુજરાતની નિર્ભયાએ આખરે જીવ છોડી દીધો છે. GIDCમાં આવેલી શ્રમજીવી વસાહતમાં 16 ડિસેમ્બરે 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બની હતી. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ માંગ કરી હતી કે આવા નરાધમોને ફાંસી અપાવવામાં પણ ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે. પોસ્કોના કેસોમાં 4375 કેસો પેન્ડિંગ છે. હવે આવા નરાધમોને કડકમાં કડક તાત્કાલિક સજા થાય તેના માટે રાજ્ય સરકાર કડકમાં કડક કાયદા બનાવે તેવી માંગ કરી હતી.

ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી મૌન રહીને બેઠા

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ કહ્યું કે મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓ બીજા રાજ્યોની સરકારોને સલાહ આપવા માટે બહાર આવે છે અને કેન્ડલ માર્ચ પણ કરે છે. જ્યારે ઝઘડિયાની ઘટનાને આટલા દિવસો થયા તેમ છતાં પણ સ્થાનિક નેતાની સાથે સાથે ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી મૌન રહીને બેઠા છે. જેના કારણે આવા કૃત્યો કરનાર લોકોને હિંમત મળે છે. વાસાવાએ માંગણી કરતા કહ્યું કડકમાં કડક કાયદા બનાવવામાં આવે અને આવા બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવે.

પોસ્કોના કેસોમાં 4375 કેસો પેન્ડિંગ

મહિલા સુરક્ષાઓની વાતો કરીએ છીએ અને બીજી બાજુ ગુજરાતમાં 648 જેટલી મહિલાઓ સાથે એક વર્ષમાં આવી ઘટનાઓ ઘટી છે. આ આપણી વાસ્તવિકતા છે. આવી ઘટના પર રોક કઈ રીતે લગાવવામાં આવે તેના પર આપણે વિચારવું પડશે અને સરકાર પણ આ બાબતે ગંભીરતાથી વિચારે તેવી માંગ કરીએ છીએ. આવી ઘટના રાજ્યમાં ન ઘટે તેનું પમ સરકારે ધ્યાન રાખવું જોઈએ.

 

 

Scroll to Top