આમ આદમી પાર્ટી (AAP)ના ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય Chaitar Vasava હાલમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે. તેમની સામે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે મહિલાને અશ્લીલ ભાષા બોલવાનો અને જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો આરોપ મૂકી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Chaitar Vasava એ પહેલેથી જ મેજિસ્ટ્રેટ અને સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જોકે બંને કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવી હતી. હવે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી છે, જેમાં 22 જુલાઈના રોજ સુનાવણી નક્કી કરવામાં આવી છે. આ કેસ ડેડિયાપાડાની ATVT બેઠક દરમિયાન ચૈતર વસાવા પર મહિલા નેતાની અવમાનના કરવાનો આક્ષેપ છે.
આ પણ વાંચો – Patidar Samaj: આગેવાનો રાજ ઠાકરે સામે ફરિયાદ નોંધાવશે
આ મામલે રાજકીય ગરમાવો ઊભો થયો છે, ખાસ કરીને ત્યારે જ્યારે 24 જુલાઈએ ડેડિયાપાડામાં એક વિશાળ આદિવાસી સંમેલન યોજાવાનું છે. ચૈતર વસાવાના સમર્થનમાં આ સંમેલનનું આયોજન કરાયું છે અને તેમનાં સમર્થકો આ મુદ્દે આંદોલન પણ કરી શકે છે તેવી શક્યતાઓ છે. જામીન અરજી પર હાઈકોર્ટનો નિર્ણય અને આદિવાસી સંમેલન – બંનેના પગલે દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધુ વધી શકે છે.