આમ આદમી પાર્ટી (AAP) ભરૂચ જિલ્લાના દેડિયાપાડામાં એક વિશાળ જનસભાની તૈયારી કરી રહી છે. આ સભા ખાસ કરીને પાર્ટીના ધારાસભ્ય Chaitar Vasava ના સમર્થનમાં યોજાવાની છે. Chaitar Vasava ની હાલ જેલમાં ચાલુ રહેલી અટકાયત સામે આંદોલનાત્મક મૂડમાં આવેલી AAP આ સભાને “આદિવાસી સ્વાભિમાનની લડત” તરીકે રજૂ કરી રહી છે. પાર્ટીના સૂત્રો અનુસાર, આ સભામાં ભરૂચ અને આસપાસના આદિવાસી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી આશા છે. પૂર્વ તૈયારીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના AAPના આગેવાનોએ સભા સ્થળની મુલાકાત લઈને આયોજનની સમીક્ષા પણ કરી હતી.
આ પણ વાંચો – Harsh Sanghavi: આવતીકાલે મોટી માત્રામાં ડ્રગ્સનો કરાશે નાશ