Chahal – Dhanshree Divorce : ધનશ્રીએ પહેલીવાર ચહલના પ્રપોઝને પાડી હતી ના, ત્યારબાદ આ રીતે શરૂ થઈ હતી લવસ્ટોરી

Chahal – Dhanshree Divorce news : ભારતના સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર Chahal  અને કોરિયોગ્રાફર/નૃત્યકાર Dhanshree વર્મા અલગ થઈ ગયા છે. બંનેના છૂટાછેડા થઈ ગયા છે. ગુરુવારે, બોમ્બે હાઈકોર્ટના આદેશને અનુસરીને, બાંદ્રા ફેમિલી કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો અને કોઈપણ કૂલિંગ પીરિયડ વિના ડીવોર્સને મંજૂરી કર્યા. બંનેના લગ્ન ડિસેમ્બર 2020 માં થયા હતા. ચાલો જાણીએ કે બંને વચ્ચે પ્રેમની શરૂઆત કેવી રીતે થઈ હતી. એક ઈન્ટરવ્યુમાં ચહલે પોતે પોતાની લવસ્ટોરી પોતાના શબ્દોમાં વર્ણવી હતી.

Chahal જણાવે છે કે કોરોના મહામારીને કારણે પહેલા લોકડાઉન દરમિયાન તે ડાન્સ ક્લાસમાં જોડાયો હતો. તે Dhanshree વર્મા પાસેથી ઓનલાઈન ડાન્સ શીખી રહ્યો હતો. Dhanshree  એક પ્રખ્યાત કોરિયોગ્રાફર છે અને સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. તે સમયે બંને વચ્ચે ઘણી વાતચીત થઈ હતી. પછી બંનેએ ડિસેમ્બર 2020 માં લગ્ન કર્યા. ચહલે ગયા વર્ષે એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે ધનશ્રીને કેવી રીતે પ્રપોઝ કર્યું હતું.

ચહલે કહ્યું- જ્યારે લોકડાઉન થયું ત્યારે હું મારા પરિવાર સાથે હતો. આ પહેલી વાર હતું જ્યારે હું લગભગ ત્રણ-ચાર મહિના ગુરુગ્રામમાં મારા ઘરે આટલો લાંબો સમય રહ્યો. મેં મારા પરિવાર અને મારા પાલતુ પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો. પછી મને ડાન્સ શીખવાનું મન થયું. મને ખબર પડી કે Dhanshree ઓનલાઈન ડાન્સ શીખવે છે. તેથી મેં બે મહિના માટે ઓનલાઈન ક્લાસ લીધા.

Chahal આગળ કહ્યું- પછી એક દિવસ મેં તેને પૂછ્યું કે તું જીવનમાં આટલી ખુશ કેમ છે? તેણે જવાબ આપ્યો કે હું આવી જ છું. મને જીવનમાં નાની નાની બાબતોમાં ખુશી મળે છે. મને લાગ્યું કે તે મારી જીવનસાથી બની શકે છે અને મેં મારા પરિવારને કહ્યું હું ધનશ્રી સાથે લગ્ન કરવામાં માંગું છું.

ચહલે કહ્યું, ‘હું ડેટિંગમાં સમય બગાડવા માંગતો ન હતો. ત્યારે હું 30 વર્ષનો હતો. ધનશ્રીએ મારા પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. ધનશ્રીએ મને કહ્યું કે હું પહેલા તમને મળવા માંગુ છું. અમે તે પહેલાં ક્યારેય મળ્યા નહોતા. અમે મુંબઈમાં મળ્યા અને પછી તેણીએ કહ્યું – હા, ઠીક છે હું તારી સાથે લગ્ન કરીશ. ધનશ્રી એક ડોક્ટર છે અને તેણે 2014 માં ડેન્ટિસ્ટ અભ્યાસ કર્યો હતો. જો કે, ડૉક્ટર બનવાને બદલે, તેમણે ફિટનેસ ટ્રેનર, કોરિયોગ્રાફર અને યુટ્યુબર બનવાનું પસંદ કર્યું.

દુબઈમાં જન્મ, ડેન્ટિસ્ટ બાદમાં બની  કોરિયોગ્રાફર
ધનશ્રી પણ એક ડેન્ટિસ્ટછે. ધનશ્રી વર્માનો જન્મ દુબઈમાં થયો હતો. તેમણે 2014 માં પોતાનો તબીબી અભ્યાસ પૂર્ણ કર્યો. ડિગ્રી મેળવ્યા પછી, ધનશ્રીએ ડેન્ટિસ્ટ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી. જોકે, ટૂંક સમયમાં જ તેમણે પોતાનો વ્યવસાય બદલવાનું નક્કી કર્યું અને કોરિયોગ્રાફર તરીકે કારકિર્દી બનાવી. ધીમે ધીમે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા લાખો સુધી પહોંચી ગઈ.

IPL મેચો દરમિયાન ધનશ્રી ઘણીવાર ચહલ સાથે જોવા મળતી હતી. આ કપલ ક્રિકેટના સૌથી ક્યૂટ કપલમાંનું એક માનવામાં આવતું હતું. જોકે, હવે ચહલ અને ધનશ્રીના ગુરુવારે છૂટાછેડા થઈ ગયા છે. છૂટાછેડા કેસમાં ચહલનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ નીતિન કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘કોર્ટે છૂટાછેડાના હુકમને મંજૂરી આપી દીધી છે.’ કોર્ટે બંને પક્ષોની સંયુક્ત અરજી સ્વીકારી લીધી છે. હવે બંને પક્ષ પતિ-પત્ની નથી રહ્યા.

Scroll to Top