કેન્દ્ર સરકારે 5.8 કરોડ રાશનકાર્ડ રદ્દ કર્યા, લીસ્ટમાં ચેક કરીલો તમારૂ નામ

ભારતમાં ગરીબ જરૂરિયાતમંદ લોકોને સરકાર તરફથી રાશન કાર્ડ જાહેર કરવામાં આવે છે. ભારતમાં કરોડો રાશનકાર્ડ ધારકો છે. સરકાર રાશન કાર્ડ દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લોકોને ઓછા ભાવે વિવિધ રાશન પૂરું પાડે છે. તો આ સાથે દેશના લોકોને સરકારની અન્ય યોજનાઓનો લાભ રાશન કાર્ડ પર મળી શકે છે. સરકારના એક આદેશના કારણે રાશનકાર્ડ ધારકો માટે મુશ્કેલી વધી ગઈ છે. કેન્દ્ર સરકાર 5.8 કરોડ જેટલા રાશનકાર્ડ રદ્દ કર્યા છે. સરકારે શા માટે રાશનકાર્ડ દૂર કર્યા તેનું કારણ સામે આવ્યું નથી.

સરકાર 5.8 કરોડ જેટલા રાશનકાર્ડ રદ કર્યા

કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય દ્વારા તમામ રાશનકાર્ડ ધારકોને આ માહિતી પહેલાથી જ જાહેર કરવામાં આવી હતી. દરેક વ્યક્તિએ ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. આ માટે બે થી ત્રણ મહિનાની સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ઘણા રાશનકાર્ડ ધારકોએ તેમનું કેવાયસી કરાવ્યું ન હતું. દેશમાં ઘણા લોકો નકલી રાશન કાર્ડ બનાવીને સરકારની ખાદ્ય યોજનાનો લાભ લઈ રહ્યા હતા.

વિતરક પ્રણાલીમાં બદલાવ આવ્યો

સરકાર પાસેથી મળતી માહિતી અનુસાર ખાદ્ય મંત્રાલયે દેશના 5.8 કરોડ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. ડિજિટલાઈઝેશનને કારણે ભારતની જાહેર વિતરક પ્રણાલીમાં ઘણો બદલાવ આવ્યો છે. આનાથી નકલી રાશનકાર્ડ ધારકોને ઓળખવાનું વધુ સરળ બન્યું છે.

e kyc કરવી જરૂરી

તમને જણાવી દઈએ કે ભારત સરકારે થોડા સમય પહેલા તમામ રાશન કાર્ડ ધારકોને e kyc પૂરી કરવા કરવા કહ્યું હતું. સરકારે આ માટે રાશનકાર્ડ ધારકોને સમયમર્યાદા પણ આપી હતી. પરંતુ ઘણા રાશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આમાં ઘણા નકલી રાશનકાર્ડ ધારકો પણ સામેલ હતા. સરકારે હવે આ લોકોની ઓળખ કરી છે અને તેમના રાશન કાર્ડ રદ કર્યા છે. જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરો છો. તેથી 31મી ડિસેમ્બર 2025 પહેલા ઈ-કેવાયસી પૂર્ણ કરો. નહી તો તમારું રાશનકાર્ડ પણ રદ થઈ શકે છે.

Scroll to Top