Bypoll Vav Assembly: ઠાકોર ઉમેદવારને લઈને ગેનીબેને તોડ્યુ મોન, જાણો શું કહ્યું

 

ગુજરાતમાં પેટાચુંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે.એક તરફ ભાજપે સેન્સ પ્રક્રિયા પૃર્ણ કરી દીધી છે. જ્યારે વાવ બેઠક પર કોંગ્રેસની કારોબારીએ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. વાવની લોક નિકેતન ખાતે સેન્સ પ્રક્રિયા થઈ હતી. જેમાં કોંગ્રેસ તરફથી AICC સેક્રેટરી શુભાસીની યાદવ, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા. આ બેઠક પર મુખ્ય ઉમેદવારની વાત કરવામાં આવે તો થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂત, ઠાકરસિંહ રબારી, કે.પી.ગઢવી મુખ્ય દાવેદારો તાલ ઠોકી રહ્યા છે. આ બધાની ગેનીબેન ઠાકોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

ગેનીબેન ઠાકોરનું નિવેદન

વાવ બેઠકના પૃર્વ ધારાસભ્ય અને વર્તમાન સાંસદ ગેની ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમા તેમણે કહ્યું છે કે, ઉતર ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ આજે વાવ ખાતે આવ્યા છે અને ત્યા કારોબારી બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં ગેનીબેને કહ્યું કે, વાવ વિધાનસભામાં તમામ કાર્યકરોને સાંભાળવામાં આવશે તથા કારોબારી બેઠક ઉમેદવાર નક્કી કરવાની રણનીતિ તૈયાર થશે. ઠાકોર સમાજ અંગે ગેનીબેને કહ્યું કે, 6 મહિનામાં અનેક વખત ઠાકોર સમાજના આગેવાનોને ટિકિટ માંગવા કહ્યુ પણ કોઈએ માંગી નથી. હવે કોને ટિકીટ આપવી તે પાર્ટી નક્કી કરશે.

 

Scroll to Top