Mahakumbh: ઐતિહાસિક મહા કુંભ 2025નું મહાશિવરાત્રિ પર અંતિમ “સ્નાન”સાથે સમાપ્ત થઇ ગયું.13 જાન્યુઆરીથી શરૂ થયેલી અને 45 દિવસ સુધી ચાલેલી આ મોટી ઇવેન્ટ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઇ હતી જેમાં સંગમમાં 65 કરોડથી વધુ ભક્તોએ ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું. મહા કુંભ (Mahakumbh) 2025 એ ઘણી મોટી બ્રાન્ડ્સને પણ આકર્ષિત કર્યો છે.યોગી આદિત્યનાથ સરકાર માટે આ મેગા ઈવેન્ટ રાજ્યને 1 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાના માર્ગ તરફ આગળ ધપાવવાની મોટી તક આપી છે.યોગીએ મહાકુંભના સ્કેલ અને રાજ્યની અર્થવ્યવસ્થા પર તેની અસર વિશે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશની સંભવિતતા જે આજે વિશ્વ જોઈ રહ્યું છે તેને મહા કુંભ મેળા સાથે જોડી શકાય છે. એકલા મહા કુંભથી યુપીની અર્થવ્યવસ્થાને 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો વિકાસ કરવામાં મદદ મળશે.
કુંભથી યુપીની અર્થવ્યવસ્થાને ફાયદો થશે
144 વર્ષ બાદ યોજાયેલો મહાકુંભ 2025 આસ્થાની સાથે આર્થિક રીતે પણ સાર્થક નિવડ્યો છે. 45 દિવસ સુધી ચાલેલા મહાકુંભ દરમિયાન વિશ્વના 100થી વધુ દેશોમાંથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચ્યા હતા. આના કારણે ટ્રાન્સપોર્ટ સેક્ટરથી લઈને હોસ્પિટાલિટી, ટૂરિઝમ સુધીના સેંકડો સેક્ટરના બિઝનેસમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી હતી અને કુલ બિઝનેસ રૂ. 4 લાખ કરોડથી વધુ પર પહોંચ્યો હતો.
મહાકુંભ 45 દિવસ સુધી ચાલ્યો
વિશ્વના ઈતિહાસનો સૌથી મોટો મહા કુંભ (Mahakumbh) ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થા માટે વરદાન સાબિત થયો છે. મહાકુંભના 45 દિવસ દરમિયાન 65 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચ્યા અને સંગમમાં સ્નાન કર્યું. ભક્તોની સંખ્યા અપેક્ષા કરતા બમણી હતી. આને કારણે, પ્રયાગરાજ ક્ષેત્રની અર્થવ્યવસ્થા પણ અગાઉના અંદાજિત રૂ. 2 લાખ કરોડને બદલે રૂ. 3 લાખ કરોડ રહી, એટલે કે અપેક્ષા કરતાં 50% વધુ.