Budget 2025: બજેટ 2025 પર પોતાની પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટ (Budget 2025) ભારત માટે મજબૂત પાયો નાખે છે. તેમણે કહ્યું કે,આ બજેટ સુધારા લાવશે. આ બજેટ છે જે દરેક ભારતીયના સપના પૂરા કરશે.પીએમ મોદી (pm modi) એ કહ્યું, આ બજેટ (Budget 2025) થી રોકાણ આવશે. આ બજેટ જનતાનું છે. આ જનતા જનાર્દનનું બજેટ છે. આ માટે હું નિર્મલા સીતારમણ (Nirmal satiraman) અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. પીએમ મોદીએ કહ્યું, આજે દેશ વિકાસ અને વિરાસત પર ચાલી રહ્યો છે. આ એક એવું બજેટ છે જે ચારે બાજુથી રોજગારીનું સર્જન કરશે. આ બજેટમાં પ્રવાસન રોજગારી આપશે.
બજેટમાં ખેડૂતો માટે અનેક જાહેરાતો કરવામાં આવી
આ બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ બજેટ (Budget 2025) માં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. બજેટ (Budget 2025) માં ખેડૂતો માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટ (Budget 2025) ગ્રામીણ અર્થતંત્રને વેગ આપશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું, આ નાગરિકોના ખિસ્સા ભરવાનું બજેટ છે. આ બજેટથી આત્મનિર્ભર ભારતને ગતિ મળશે. બજેટ (Budget 2025) માં મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. આ બજેટ (Budget 2025) માં સ્ટાર્ટઅપ માટે નવી ક્રેડિટની જાહેરાત કરવામાં આવી છે.
આ બજેટ ભારતના મિશનને આગળ ધપાવશે
સામાન્ય રીતે બજેટ (Budget 2025) નું ધ્યાન સરકારની તિજોરી કેવી રીતે ભરાશે તેના પર હોય છે? પરંતુ આ બજેટ (Budget 2025) તેનાથી તદ્દન વિપરિત છે. આ બજેટ લોકોના જીવન ધોરણના પાયાને મજબૂત કરશે.PMએ કહ્યું, આજનો દિવસ ભારતની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓનું બજેટ (Budget 2025) છે, આ એવું બજેટ (Budget 2025) છે જે દરેક ભારતીયના સપનાને સાકાર કરે છે. અમે યુવાનો માટે ઘણા ક્ષેત્રો ખોલ્યા છે. આ વિકસિત ભારતના મિશનને આગળ ધપાવશે.