Nirmala Sitharaman Budget 2025: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈને 4 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ તેમનું સતત આઠમું બજેટ રજૂ કરશે. પરંપરા મુજબ, સત્રની શરૂઆત 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકના સંબોધનથી થશે. ત્યારબાદ આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે.
નાણામંત્રી સળંગ 8મી વખત બજેટ રજૂ કરશે
પ્રથમ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધીમાં 9 બેઠકો બજેટને લઈ થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે.આ ચર્ચા બાદ નરેન્દ્ર મોદી પણ આનો જવાબ આપશે.જ્યારે આ તમામ ચર્ચા બાદ નાણામંત્રી સીતારમણ (Nirmala Sitharaman) બજેટ પરની ચર્ચા અંગે જવાબ આપશે.ત્યારબાદ બીજી સત્ર 10 માર્ચથી શરૂ થઈને 4 એપ્રિલના રોજ સમાપ્ત થશે. આ ચર્ચામાં વિવિધ મંત્રાલયોના અનુદાન માટેની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે. આ તમામ ચર્ચા પૂરી થયા બાદ સંકલન કરી બજેટ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 2024માં નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) સતત સાતમી વખત બજેટ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે આ વર્ષે સળંગ 8 વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી બનશે.
આ બજેટમાં શું ખાસ
ગત વર્ષે નાણામંત્રીના 1 કલાક 23 મિનિટના ભાષણમાં શિક્ષણ, રોજગાર, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કેન્દ્ર સરકારે બિહાર અને આંધ્ર પ્રદેશ માટે વિશેષ જાહેરાતો કરી હતી. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે રૂ. 7.75 લાખ સુધીની આવક પર કર માફ કરવામાં આવ્યો હતો.