Bridge Collapse: મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, બે પિકઅપ અને એક રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં 9 વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે.
આ પણ વાંચો – Bridge Collapse: ઘટના પહેલા જુઓ લખન દરબારે શું કહ્યું
મૃતકોની યાદી
- હસમુખભાઈ મહીજીભાઈ પરમાર, ગામ-મજાતણ
- વખતસિંહ મનુસિંહ જાદવ, ગામ-કાન્હવા
- વૈદિકા રમેશભાઈ પઢીયાર, ગામ-દરિયાપુરા
- નૈતિક રમેશભાઈ પઢીયાર, ગામ-દરિયાપુરા
- રમેશભાઈ દલપતભાઈ પઢીયાર, ઉં. વ.32, ગામ-દરિયાપુરા
- પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ, ઉં. વ.26, ગામ-ઉંડેલ
- અજાણ્યા શખ્સ
- અજાણ્યા શખ્સ
- અજાણ્યા શખ્સ
ઈજાગ્રસ્તોની યાદી
- રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા, ઉં. વ. 45, ગામ-દેવાપુરા
- નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં. વ. 45, ગામ-દહેવાણ
- સોનલબેન રમેશભાઈ પઢિયાર, ઉં. વ. 45, ગામ-દરિયાપુરા
- ગણપતસિંહ ખાનસિંહ રાજુલા, ઉં. વ. 40, ગામ-રાજસ્થાન
- દિલીપભાઈ રામસિંહ પઢિયાર, ઉં. વ. 35, ગામ-નાની શેરડી
- રાજુભાઈ ડુડાભાઇ, ઉં. વ. 30, ગામ-દ્વારકા