Bridge Collapse: ગુજરાતમાં દર બે કે ત્રણ મહિને એક એવી ઘટના બને છે કે આખા ગુજરાતને દોડતું કરી દે છે. ગુજરાતને સવાલ પૂછતું કરી દે છે અધિકારીઓની કામગીરી ઉપર સવાલો ઊભું કરતું કરી દે છે. પણ છેલ્લી ઘટના કઈ હશે એ ખબર નથી જ્યારે કોઈ ઘટના બને પછી એ SIT ની ટીમ દોડતી થાય છે. સરકાર એવા નિવેદનો આપે છે કે કડકમાં કડક કાર્યવાહીના આદેશ આપી દીધા છે. જે પણ જવાબદાર હશે તેમની સામે કડક કાર્યવાહી થશે. પણ કડક કાર્યવાહીના નામે આવી ઘટનાઓ બનતી અટકતી કેમ નથી. હજી તો એક ઘટના પૂરી થઈ હોય એમના પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હોય. હજી તો એ દિલમાંથી દુઃખ ના નીકળ્યું હોય, ત્યાં એક બીજી ઘટના બને છે.
એક ઉમદા કવિ અને ઉમદા સમાજસેવક એ દેશ વિદેશમાં પોતાનો પ્રવાસ કરી અને ત્યાં ભારતની સંસ્કૃતિ હોય ભારતના ઇતિહાસ હોય અને અહીંયા જે બનેલી જૂની ઘટનાઓ એ ભૂતકાળને યાદ કરી વિદેશમાં સુરો લહેરાવતા હોય છે. સ્ટેજ ઉપરથી જ્યારે ગુજરાતમાં આવી ઘટના બને ત્યારે કદાચ તેમના હૃદયમાંથી પણ અનેક એવા શબ્દો નીકળતા હોય છે. પણ એ શબ્દો થકી એ સરકાર સુધી પહોંચી અને સરકાર કદાચ એમની નોંધ લે છે કે નથી લેતી એ ખબર નહીં. પણ જ્યારે પદ્મશ્રી Jagdish Trivedi જેમને મહીસાગર નદી ઉપર જે ઘટના બની એ ઘટના પછી તેમને જે વર્ણન કર્યું છે પોતાની ભાષામાં એ વર્ણન તમે પણ સાંભળો.
આ પણ વાંચો – Kanti Amrutiya vs Gopal Italia વચ્ચે ચેલેન્જ, જગદીશ મહેતા પાસેથી સમજો શું છે રાજરમત?