- ગંભીરા બ્રિજની ગંભીર ઘટના બાદ પણ નેતાઓ ગંભીર નથી
- સાંભળો, આણંદના સાંસદ મિતેષ પટેલનો ઉડાઉ જવાબ
- NEWZ ROOM ની ટીમે સાંસદશ્રી ને કર્યો ફોન
- બ્રિજ દુર્ઘટનામાં કેટલાના જીવ ગયા તે સાહેબને નથી ખબર
- અમારા સંવાદદાતાએ કહ્યું કે ઘટના પર પ્રતિક્રિયા લેવી છે
- તો સાહેબે કહ્યું, “એ તો પતિ ગયું કાલે”
- ઘટના ભી પતી ગઈ: સાંસદ મિતેષ પટેલ
Bridge Collapse: વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ તુટી જવાની ગંભીર ઘટનામાં મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ તાત્કાલિક જ NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 7 લોકોના રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના અંગે ન્યૂઝરૂમ ગુજરાતે MP Mitesh Patel સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ ગંભીરા બ્રિજની ગંભીર ઘટના બાદ પણ નેતાઓ ગંભીર નથી.
આણંદના સાંસદ મિતેષ પટેલનો આવો જવાબ કેટલું યોગ્ય છે. મિતેષ પટેલ સાહેબે એવું કહ્યું કે એ તો પતિ ગયું કાલે, ઘટના ભી પતી ગઈ. હવે આ સાંસદને એ પણ નથી ખબર કે આ ગોઝારી ઘટનામાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાહેબના ઘરેથી કોઈએ જીવ ગુમાવ્યું હોત તો ત્યારે પણ શું તેઓ આવો જવાબ આપવાના હતા?