વડોદરાના પાદરા તાલુકામાંથી પસાર થતી મહી નદી પર આવેલો અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા Bridge Collapse થયો છે. આ ગંભીરા Bridge Collapse થતા અત્યાર સુધી કુલ 09 લોકોના મોત નીપજ્યાનું સામે આવ્યું છે. બ્રિજ તૂટી પડતા બે ટ્રકો સહિત કેટલાક વાહનો નદીમાં ખાબક્યાની માહિતી મળી રહી છે. આ ગંભીર દુર્ઘટના બાદ હાલ સ્થાનિકોની મદદથી ફાયરની ટીમે બચાવની કામગીરી શરૂ કરી છે. કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે પાદરાના ધારાસભ્ય, ચૈતન્યસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે, હાલ આનું ડાયવર્ઝન સિંધરોટ બ્રિજ પરથી આપી દેવામાં આવ્યું છે.
Bridge Collapse: ઘટના પહેલા જુઓ લખન દરબારે શું કહ્યું
