Brew Roast Cafe: કાફે હતું કે હુક્કા બાર!

Brew Roast Cafe

અમદાવાદના સરખેજ એસ. જી. હાઈવે પર સ્થિત Brew Roast Cafe માં ચાલતા ગેરકાયદેસર હુક્કાબારમાં પર સરખેજ પોલીસે દરોડા પાડ્યા છે. આ હુક્કાબારમાંથી કુલ રૂ. 35,807 નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. Ahmedabad ના પોશ વિસ્તાર અને યુવાઓથી ધમધમતા મકરબા મહમંદપુરા રોડ પરથી સરખેજ પોલીસે બાતમીના આધારે Brew Roast Cafe માં દરોડા પાડ્યા હતા. કેફેમાં રેડ કરતા ગેરકાયદેસર ચાલી રહેલું હુક્કાબાર ઝડપાયું હતું. બહારથી લોકો કેફેમાં હુક્કો પીવા આવતા હતા.પોલીસે જુદા-જુદા ફ્લેવરના હુક્કા અને નિકોટીનયુક્ત તમાકુવાડા હુક્કા કબજે કર્યા છે.  કેફેમાંથી કામ કરતા હબીબ અહેમદ હક અને જસ્ટિન પરેરાની ધરપકડ કરી છે, જ્યાર કેફેના માલિક દિવ્યરાજસિંહ ચાવડા, હામિદ અને વિનય તિવારી ફરાર છે જેની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો – Donald Trump: ટેરિફ પર લાગી રોક, મસ્કે છોડ્યો સાથ

Brew Roast Cafe 2

આ પણ વાંચો – Visavadar Assembly: વિસાવદરમાં જામશે જંગ, આ બેઠકનું જુઓ A to Z અપડેટ

 

Scroll to Top