Breaking News: દેવાયત ખવડને કેમ ન મળ્યા જામીન ?

https://www.youtube.com/live/ezAuz1rhYJA?si=wWbXenrk_1C7bGbw

 

દેવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણ સામે પોલીસ ફરિયાદ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખવડ અને ભગવતસિંહ ચૌહાણની ફરિયાદ મામલે ભગવતસિંહ ચૌહાણને કોર્ટે આપી સૌથી મોટી રાહત આપી છે. ભગવતસિંહ ચૌહાણની આગોતરા જામીન અરજી મંજુર થઇ ગઈ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે શરતો સાથે ભગવતસિંહની જામીન અરજી મંજૂર રાખી છે તો દેવાયત ખવડની આગોતરા જામીન અરજી પર 17 માર્ચના  ચુકાદો આવશે.

Devayat Khavad : લોકસાહિત્યકાર દેવાયત ખવડ ( Devayat Khavad ) અને આયોજક ભગવતસિંહ ચૌહાણ સામે પોલીસ ફરિયાદ મામલે મોટા સમાચાર આવ્યા છે. ભગવતસિંહ ચૌહાણને કોર્ટે સૌથી મોટી રાહત આપી છે. મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ( Devayat Khavad ) અને સનાથલ ગામમાં ડાયરાનું આયોજન કરનાર ભગવતસિંહ ચૌહાણ વચ્ચે માથાકૂટ થઈ હતી.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ ( Devayat Khavad ) વિવાદોમાં ચાલી રહ્યા છે. આ વિવાદ આયોજક અને દેવાયત ખવડ વચ્ચે થઈ હતી.આ વિવાદની મૂળ શરૂઆત રાત્રે એકસાથે બે જગ્યાએ ડાયરા કરવાથી વિવાદ થયો હતો. આ વિવાદ બાદ આયોજક ભગવંત સિંહે દેવાયત ખવડ ( Devayat Khavad ) પર અનેક આક્ષેપ કર્યા હતા. સામે પક્ષે દેવાયત ખવડે પણ આયોજક પર ગંભીર આરોપ કર્યા હતા. દેવાયત ખવડે વિવાદ મામલે જણાવ્યું હતું કે. આયોજકોએ તેમના ડ્રાઈવરને માર માર્યો હતો. ગાડીના કાચ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત પોલીસે પણ ફરિયાદ ખવડની લીધી નહિ તેવા ગંભીર આરોપ કર્યા હતા.  આયોજકોએ મીડિયાના માધ્યમ થકી 8 લાખ રૂપિયાનો પણ દાવો કર્યો હતો.આ આક્ષેપ પર દેવાયત ખવડે કહ્યું આ પૈસાનો કોઈપણ વીડિયો અથવા આના પૂરાવા સામે આવ્યા હોય તો જણાવો.

સામે પક્ષે આયોજક ભગવતસિંહે પણ ખવડ વિરૂદ્ધ ધાક-ધકમીની ફરિયાદ કરી હતી. સામ-સામે પક્ષે ફરિયાદ થતા ખવડ અને ભગવતસિંહ ચૌહાણ બંનેએ કોર્ટમાં આગોતર જામીનની અરજી કરી હતી. જેમાં ભગવતસિંહ ચૌહાણની આગોતરા જામીન અરજી મંજુર કરી દેવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે શરતો સાથે ભગવતસિંહની જામીન અરજી મંજૂર રાખી છે. જ્યારે દેવાયત ખવડની ( Devayat Khavad ) આગોતરા જામીન અરજી પર 17 માર્ચના ચુકાદો આવશે. રાણાને આગોતરા મળશે કે નહિ તે મામલે ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે.

Scroll to Top