INDVSAUS: નીતીશ કુમારે બનાવી સદી, પુષ્પા સ્ટાઈલમાં કરી ઉજવણી

INDVSAUS: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ચોથી ટેસ્ટના પ્રથમ દાવમાં ભારતીય અને ઓસ્ટ્રેલિયા (INDVSAUS) વચ્ચે અત્યાર સુધીમાં પાંચ અડધી સદી અને એક સદી ફટકારવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી સેમ કોન્સ્ટન્સની અડધી સદી ખુબ ચર્ચામાં રહી હતી. હવે યુવા ભારતીય ખેલાડી નીતિશ કુમાર રેડ્ડી (Nitish Kumar Reddy) ની અડધી સદી ચર્ચાનો વિષય બની ગઈ છે. નીતીશ કુમાર (Nitish Kumar Reddy) ની આ પ્રથમ ટેસ્ટ અર્ધસદી છે જેને રેડ્ડીએ અનોખી રીતે ઉજવી હતા. વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ટેસ્ટ કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી

નીતિશ કુમાર રેડ્ડી (Nitish Kumar Reddy) એ ઓસ્ટ્રેલિયા સામે પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી છે. તેણે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી તેની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી મેચની છઠ્ઠી ઈનિંગમાં આ અડધી સદી ફટકારી હતી. ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી. આ અડધી સદી બાદ નીતિશ કુમારે (Nitish Kumar Reddy) સાઉથ ફિલ્મના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પાની સ્ટાઈલમાં ઉજવણી કરી હતી. તેને બેટ ગળાની જમણી બાજુથી ડાબી બાજુ ફેરવ્યું હતું. ઈશારામાં ઓસ્ટ્રેલિયન બોલરને ‘હું ઝૂકીશ નહીં તેવું કહ્યું હતું.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યું કર્યું

નીતિશ કુમારે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યું કર્યું હતું. નીતિશને અત્યાર સુધી રમાયેલી ત્રણેય ટેસ્ટ મેચમાંથી પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો છે. નીતિશે અત્યાર સુધી રમાયેલી દરેક ટેસ્ટ મેચમાં 40થી વધુ રન બનાવ્યા છે. પર્થ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં નીતિશે 59 બોલમાં 41 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં તેણે 27 બોલમાં 38 રન બનાવ્યા હતા. એડિલેડ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં નીતિશે 54 બોલમાં 42 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં તેણે 47 બોલમાં 42 રન બનાવ્યા હતા. બ્રિસ્બેન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં નીતિશ કુમાર 11 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો.

Scroll to Top