Local Elections: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. પરંતુ સલાયા નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા છે. અહીં ભાજપનું ખાતું પણ નથી ખુલ્યું. સલાયા નગરપાલિકામાં 7 વોર્ડના પરીણામ જાહેર થયા છે.
સલાયા નગરપાલિકા પરિણામ
ભાજપ – 0
કોંગ્રેસ – 15
AAP – 13
AIMIM – 0
સલાયા નગરપાલિકામાં 7 વોર્ડના પરીણામ જાહેર થયા
સલાયા નગરપાલિકામાં સૌથી ચોકવનારા પરીણામ આવ્યા છે. જેમાં સલાયા નગરપાલિકામાં 7 વોર્ડની ગણતરી પુર્ણ થઇ છે. અહીં 28 ઉમેદવારોનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસનો 28 માંથી 15 બેઠકો પર ભવ્ય વિજય થયો છે. સલાયા પાલિકામાં કોંગ્રેસની બોડી રચાશે.આમ આદમી પાર્ટીએ અહીં શાનદાર પ્રદર્શન કર્યું છે.
કુતિયાણાની બજારમાં હવે સાયકલ દોડશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી રસપ્રદ સીટ આ હતી. જેમાં બે પરીવાર સામ સામે ચૂંટણી લડી રહ્યા હતા.જેમાં ભાજપ તરફથી ઠેલીબેન આડોદર અને તેની સામે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા વચ્ચે સીધી જંગ હતી. જેમાં કાંધલ જાડેજાની આગેવાનીમાં કાના જાડેજાએ જીત હાંસલ કરી હતી. આ જીત બાદ સમગ્ર કૂતિયાણામાં ઉજવણી થઈ રહી છે.