– ઘૂઘવતા અરબી સમુદ્ર તટે ખાસ જર્મન ડોમ તૈયાર કરાયો
– ચિંતન શિબિરને લઈ મોટો પોલીસ બંદોબસ્ત તૈનાત
– આવતીકાલ થી ત્રણ દિવસ સુધી યોજાશે કાર્યક્રમ
આ વખતે રાજ્ય સરકારની ચિંતન શિબિર સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં યોજાવાની છે. આ શિબિર આવતીકાલ થી ત્રણ દિવસ સુધી યોજાશે. ઘૂઘવતા અરબી સમુદ્ર તટે જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ શિબરમાં મુખ્યમંત્રી, સહિત મંત્રી મંડળ તેમજ સચિવો, રાજ્યના તમામ જિલ્લાના કલેકટર, ડીડીઓ, એસ.પી. સહિતના અધિકારી અને પદાધિકારીઓ સોમનાથમાં ત્રણ દિવસ રોકાણ કરશે. આવતીકાલે સવારે કેશોદ એરપોર્ટ પર તમામ મહાનુભાવો બે તબક્કે આવશે.
ઘૂઘવતા અરબી સમુદ્ર તટે ખાસ જર્મન ડોમ તૈયાર
21થી 23 નવેમ્બર દરમિયાન રાજ્ય સરકારની ચિંતન શિબિર સોમનાથમાં યોજાશે. આ શિબિરમાં CM સહિત તમામ મંત્રીઓ તમામ વિભાગના વડાઓ હાજર રહેશે. રાજ્ય સરકારના આગામી આયોજનો પર મંથન કરાશે. આ ચિંતન શિબિરમાં નવી નીતિઓ, આગામી રોડમેપ સંદર્ભે ચર્ચા થશે. સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે.ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથ યોજાશે. રાજ્ય સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજાશે. આ ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથમાં યોજાશે. જેમાં 21 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી ચિંતન શિબિર યોજાશે. તેમજ શિબિરમાં વિવિધ વિષયો પર ચિંતન કરવામાં આવશે. તેના અંતર્ગત રાજ્ય સરકાર આગામી આયોજનો પર મંથન કરશે.
10 મુદ્દા પર એક્શન પ્લાન તૈયાર થશે
આ ચિંતન શિબિરમાં ડેવલપમેન્ટના 10 મુદ્દા પર એક્શન પ્લાન તૈયાર થઈ શકે છે. મંત્રીમંડળના સભ્યો, IAS, IPS અધિકારીઓ હાજર રહેશે. તો આગામી 21 નવેમ્બર થી 23 નવેમ્બર સુધીની આ શિબિરમાં આરોગ્ય પોષણ, રાજ્યમાં તૈયાર થતી નીતિઓ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો સહિતના વિષયો ઉપર ચિંતન કરવામાં આવશે. આ ઉપરાંત સિસ્ટનેબલ ડેવલોપમેન્ટના 10 મુદ્દાઓનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી શકે છે. તેની સાથે રાજ્ય સ્તરે આગામી રોડમેપ પર સંદર્ભે સમિક્ષા કરવામાં આવશે.