Local Body Elections: ગુજરાતમાં અગામી સમયમાં સ્થાનિક સ્વરાજ (local body election) ની અને નગરપાલિકાની યોજાવાની છે. આ ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ (congress) અને આમ આદમી પાર્ટી સહિત ત્રણેય પાર્ટીએ ફોર્મ ભરીને ચૂંટણીની તૈયારી ચાલુ કરી દિધી છે. આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો.જેમા રાજ્યમાં વિવિધ નગરપાલિકામાં મતદાન પહેલા ભાજપની 215 બેઠક પર બિનહરીફ વિજય થયો છે. તમને જણાવી દઈએ કે આ બેઠક પર આપ અને કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પર ખેંચી લીધા હતા.
68 નગકપાલિકામાં 196 બેઠકો પર BJP બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકામાં કુલ ૧૯૬ નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા વિજય મેળવ્યો છે.જેમાં ભચાઉ નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર બિનહરીફ થતાં ભચાઉ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો છે. તેમજ જુનાગઢ મહાનગરપાલિકાની ૯ બેઠકો અને તાલુકા પંચાયત તેમજ પેટા ચૂંટણીની ૧૦ બેઠકો એમ કુલ મળીને ૨૧૫ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય થયો હતો.
બીજી બાજૂ જેતપુરમાં ભાજપમાં આંતરિક વિવાદ
વોર્ડનંબર 10ના મને અને 11ના એમના વ્યકતીને ફોર્મ ભરાવીને મેન્ડેડ આપવાના હતા. 44 સભ્યોના મેન્ડેડ જમા કરાવીને પુર્વપ્રમુખ સુરેશભાઈ સખરેલીયાને ટીકીટના આપી વિવાદ કરવાનો હતો. મીડીયામા આ ગોઠવેલ પ્લાન નાકામ બન્યો હતો પણ જે નીર્ણય આજ સુરેશભાઈ સખરેલીયા દ્રારા કરવામા આવ્યો છે એ નીર્ણય જેતપુર હીત માટેનો નીર્ણય છે. આ નિર્ણયમાં જેતપુરના તમામ નાગરીક મદદરૂપ થજો.આ પોસ્ટ બાદ જેતપુર પંથકમાં રાજકારણ ગરમાયું છે.