વટ અને વર્ચસ્વની લડાઈમાં ભાજપના સ્વરૂપજીની જીત

વાવ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પાલનપુરના જગાણામાં આવેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં કરવામાં આવી હતી. સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી થઈ હતી. બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થયા બાદ 321 બુથના ઈવીએમની 23 રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે કુલ 70.55 ટકા મતદાન થયું હતું.

સ્વરુપજી ઠાકોની 2400 મતથી જીત મળી

વાવ બેઠક પરની પેટા ચૂંટણીના પરિણામ સામે આવ્યા છે. વાવ બેઠક પર કાંટે કી ટક્કર બાદ ભાજપની જીત થઈ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરુપજી ઠાકોર વાવ બેઠક પર 1300 મતે વિજેતા બન્યા છે. વહેલી સવારથી વાવ બેઠક પર મતગણતરી શરુ થઈ હતી. 12 રાઉન્ડ સુધી કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આ બેઠક પર આગળ ચાલી રહ્યા હતા.

ગુલાબસિંહ રાજપૂત 18 રાઉન્ડ સુધી લીડ બનાવી હતી

વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂત 18 રાઉન્ડ સુધી આગળ ચાલી રહ્યા હતા. છેલ્લા ચાર રાઉન્ડમાં જ સ્વરુપજી ઠાકોરે શાનદાર વાપસી કરી અને જીત મેળવી છે. સ્વરુપજી ઠાકોરની આ જીતને ખૂબ જ મોટી માનવામાં આવે છે. આ વાવ બેઠક કૉંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર જીત મેળવી છે.

વાવ બેઠકોનો ઈતિહાસ
વાવ પેટાચૂંટણી માટે ભાજપે ઠાકોર સમાજના મોટા નેતા સ્વરૂપજીને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહને મેદાને ઉતાર્યા છે. ત્યાર વાવની પેટાચૂંટણી રશપ્રદ બની ગઈ છે. બંન્ને પક્ષનો ખેલ બગાડવા માટે અપક્ષ માવજી પટેલે ફોર્મ ભરીને ભાજપની મુશ્કેલી વધારી દિધી છે. આ બેઠક પર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.

Scroll to Top