ભાજપના ધારાસભ્ય બન્યા નકલી ખેડુત, કરોડો રૂપિયા પચાવી પાડ્યા

– RTIમાં ચોંકાવનારી વિગતો સામે આવી
– ખેડૂતોના લાભ લેવા રમણ વોરાની કરતૂત
– સર્વે.નંબર.261માં ચાર એકર ત્રેવીસ ગુંઠા ખેતીની જમીન ખરીદી હતી

ખેડૂત તરીકેના લાભો લેવા ઈડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરાની કરતૂતો સામે આવી છે. ખેડૂતોને મળતા લાભ મેળવવા વોરાએ ભાઇ ના નામ પણ નકલી દર્શાવી દીધા છે. RTI હેઠળ મળેલી માહિતીમાં આ વાતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સૌથી મહત્વનું છે કે ધારાસભ્યની કરતૂતને ખુલ્લા પાડવા માટે ભાજપના નેતાઓ જ મેદાને પડ્યાં છે. પાલજના તલાટી કમ મંત્રીએ આપેલા ખેડૂતના પ્રમાણપત્રમાં સંપૂર્ણ ખુલાસો થયો હતો.

ખેડૂતોના લાભ લેવા રમણ વોરાની કરતૂત

રમણ વોરાએ એફિડેવિટમાં પાલેજ ગામમાં સર્વે.નંબર.261માં ચાર એકર ત્રેવીસ ગુંઠા ખેતીની જમીન ખરીદી હતી તેવો ઉલ્લેખ કરેલો હતો. આ મિલ્કત વારસામાં મળી નથી તો આ ખેતીની જમીન આવી ક્યાંથીએ સૌથી મોટો પ્રશ્ન છે. સમગ્ર માહિતીનો RTIમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. વડાલી તાલુકાના જેતપુર ગામના રહેવાસી રાજુભાઇ પટેલે આરટીઆઇ કરતાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે પાલેજમાં જે ખેતીની જમીન ખરીદી છે. જેમાં રમણ વોરાએ પુરાવા રજૂ કર્યાં છે જેમાં ઓગણજ ગામમાં સર્વે.719-3 અને ખાતા નંબર 347માં રમણભાઇ ઇશ્વરભાઇના નામે 0-79-81 ક્ષેત્રફળ સાથે ખેતીની જમીન દર્શાવી છે. આંખે ઉડીને વળગે તેવી વાત તો એછેકે, રમણ વોરાના ખેડૂતના પ્રમાણપત્રમાં ધારાસભ્યના ભાઇ તરીકે નરસિંહભાઇ ઇશ્વરભાઇ, નટવરભાઇ ઇશ્વરભાઇ, નરોત્તમભાઇ ઇશ્વરભાઇ દર્શાવાયા છે. હકીકતમાં ધારાસભ્યના ભાઇના નામ કઇંક જુદા છે.

RTI માં ચોંકાવનારી વિગતો સામે આવી

ખેડૂતના પ્રમાણપત્રમાં ધારાસભ્યના ભાઇ તરીકે નરસિંહભાઇ ઇશ્વરભાઇ, નટવરભાઇ ઇશ્વરભાઇ, નરોત્તમભાઇ ઇશ્વરભાઇ દર્શાવાયા હતા. હકીકતમાં ધારાસભ્યના ભાઇના નામ કઇંક જુદા જ છે. જ્યારે રમણ વોરાના ભાઇના નામ ડાહ્યાભાઇ ઇશ્વરભાઇ, હીરાભાઇ ઇશ્વરભાઇ, મોતીભાઇ ઇશ્વરભાઇ, સોમાભાઇ ઇશ્વરભાઇ છે. આખાય ખેડૂતના પ્રમાણપત્રમાં વોરા અટક જ ગાયબ જોવા મળી હતી. બોગસ ખેડૂત બનવા માટે ભાજપના ધારાસભ્યએ તમામ હદ વટાવી દિધી છે. આ ઉપરાંત રમણવોરાએ
ખેડૂત બની ઇડર મત વિસ્તારમાં પણ ખેતીની જમીનો ખરીદી છે.

Scroll to Top