Maharashtra: રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રના બીજી વખત સ્પીકર બન્યા, MVAએ ઉમેદવાર ઉભો ન રાખ્યો

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની મહાયુતિ ગઠબંધન સરકારની રચના બાદ હવે વિધાનસભામાં નવા સ્પીકરની પસંદગી કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરને સોમવારે 15મી વિધાનસભાના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. સ્પીકરની પસંદગી બાદ દેવેન્દ્ર ફડણવીસની સરકારે બહુમતી હાંસલ કરી લીધી છે. નાર્વેકરે ગઈકાલે રવિવારે ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યારે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડીએ ઉમેદવાર ઉભા ન રાખવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે સ્પીકરની ચૂંટણી બિનહરીફ ચૂંટાયા હતા.

સ્પીકરની ચૂંટણી બિનહરીફ થઈ

14મી મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રહેલા ભાજપના નેતા રાહૂલ નાર્વેકરે 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મુંબઈની પ્રખ્યાત કોલાબા વિધાનસભા બેઠક પરથી ફરી જીત મેળવી હતી.નાર્વેકરને ફરીથી સ્પીકર બન્યા છે. ચૂંટણીમાં મહાયુતિએ બહુમતી હાંસલ કરી લીધી છે. શિવસેનાના ધારાસભ્ય ઉદયસામંતે સાથે અન્ય ધારાસભ્યોએ વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે વિશ્વાસ પ્રસ્તાવ વિધાનસભામાં ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદે સ્પીકરે જાહેરાત કરી કે ગૃહે વિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

શિવસેનાના ધારાસભ્ય ઉદયસામંતે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો

મહારાષ્ટ્ર વિધાનસભામાં રાહુલ નાર્વેકર સ્પીકર તરીકે ચૂંટાયા છે. તેમણે ગૃહમાં કહ્યું વિશ્વાસ મત બહુમતી સાથે પસાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ મહારાષ્ટ્રના રાજ્યપાલે વિધાનસભામાં ભાષણ આપ્યું હતું.

Scroll to Top