Hardik Patel:બનાસકાંઠાના વિભાજનના વિરોધ વચ્ચે ભાજપ નેતા હાર્દિક પટેલની જાહેરાત, આ જિલ્લો બનશે

બનાસકાંઠા બાદ અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારનું પણ વિભાજન કરીને નવા જિલ્લાની રચનાની રાજ્ય સરકારે તૈયારી કરી લીધી છે. આ સમયે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે એક શાળાના કાર્યક્રમ દરમાયન મોટી જાહેરાત કરી હતી. હાર્દિક પટેલે કહ્યું કે, છાતી ઠોકીને કહું છું, વિરમગામ જિલ્લો બનશે અને અને નળકાંઠા તાલુકો બનશે. વિરમગામ તાલુકાના રૂ. 2.70 કરોડના વિકાસ કામોના ભૂમિ પૂજન અને લોકાર્પણ સમયે હાર્દિક પટેલે આ નિવેદન સામે આવ્યું હતું.

બનાસકાંઠા સહિત વાવ-થરાદ નવો જિલ્લો બનશે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સાંજે નોટિફિકેશન બહાર પડતા રાજ્યમાં 34મો જિલ્લો અસ્તિત્વમાં આવશે.બનાસકાંઠા સહિત વાવ-થરાદ નવો જિલ્લો બનવાની સંભાવના રહેલી છે. જેમાં વાવ થરાદ જીલ્લામાં 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવશે.જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકા હોવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં 9 મનપાને પણ આજે અપાઇ સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં 17 મહાનગર પાલિકા સાથે 34 જીલ્લાઓ હશે.

રાજ્યમાં 9 નવી મહાનગર પાલીકા બનશે

રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની ભૂમિકા આપતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિકાસના એન્જીન ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ – 08 મહાનગરપાલિકાઓ કાર્યરત છે. આ પૈકી જુનાગઢ મહાનગરપાલિકાની વર્ષ ૨૦૦૨માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2010 માં રચના કરવામાં આવેલી છે. ત્યારબાદ લગભગ 14 વર્ષ બાદ આ નવી 9 મહાનગરપાલિકાઓની રચના થઈ રહી છે. આના પરિણામે રાજ્યમાં હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા કરતા બે ગણી એટલે કે 17 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે. ગુજરાતના શહેરી વિકાસમાં આ એક ઐતિહાસિક ઘટના છે તેનો વિશેષ ઉલ્લેખ પ્રવક્તા મંત્રીએ કર્યો હતો.

Scroll to Top