મધ્ય પ્રદેશની BJP સરકારે પોતાના જ આદિવાસી મંત્રી વિરુદ્ધ તપાસનો આદેશ આપી દીધો છે. મંત્રી Sampatiya Uikey પર 1000 રૂપિયાનું કમીશન લેવાનો આરોપ લાગ્યો છે.
આ પણ વાંચો – Gopal Italia: ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ
મધ્યપ્રદેશના જાહેર આરોગ્ય ઇજનેરી મંત્રી Sampatiya Uikey પર 1,000 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. આ આરોપ ભૂતપૂર્વ ધારાસભ્ય કિશોર સમરિતે લગાવ્યો છે. 1000 કરોડ રૂપિયાનું કમિશન લેવાના આરોપો બાદ, મોહન સરકારે પોતે તેમના મંત્રી સામે તપાસના આદેશ આપી દીધા છે. જયારે ફરિયાદ બાદ, પીએમઓ કાર્યાલયે પણ રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
મધ્યપ્રદેશના આદિજાતિ મંત્રી Sampatiya Uikey પર જળ જીવન મિશન સાથે જોડાયેલા એક કેસમાં 1000 રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. ફરિયાદ મળ્યા બાદ, મધ્યપ્રદેશ સરકારે પોતે જ પોતાના મંત્રી વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. માહિતી અનુસાર, જાહેર આરોગ્ય ઇજનેરી (PHE) વિભાગના મુખ્ય ઇજનેર સંજય અંધવાને જળ નિગમના તમામ ઇજનેરો અને પ્રોજેક્ટ ડિરેક્ટરોને સાત દિવસમાં સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવાના નિર્દેશ આપી દીધા છે. આવી સ્થિતિમાં, હવે PHE વિભાગના અધિકારીઓ સમગ્ર મામલાનો રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે.