Amreli News: ગુજરાતમાં અગામી સમયમાં સ્થાનિક સ્વરાજ (local body election) ની અને નગરપાલિકાની યોજાવાની છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ પૂરો થતા ભાજપમાં રાજીનામા અને પક્ષ પલ્ટાની ઘટના સામે આવી રહ્યા છે. જેતપુરમાં ભાજપ પાર્ટી ઉમેદવારોને મેન્ડેન્ટ ન આપતા વિવાદ વકર્યો હતો.આ બાદ અમરેલીમાં પણ ભારે વિવાદ થયો છે. અમરેલીના લાઠી પાલિકામાં ભાજપ (bjp) માં મોટાપાયે ડખો સામે આવ્યો છે.
ભાજપના ઉપપ્રમુખના પત્નીએ કોંગ્રેસ માંથી કરી દાવેદારી
સ્થાનિકસ સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સમગ્ર રાજ્યમાં મોટાપાયે વિવાદ જોવા મળ્યો હતો. આ વિવાદ અમરેલી જીલ્લાના લાઠી પાલિકાની ચૂંટણીમાં મોટાપાયે ડખો સર્જાયો હતો. સમગ્ર ઘટના એવી છે કે લાઠી પાલિકામાં યુવા ભાજપ (bjp) ના ઉપપ્રમુખ ભાજપ (bjp) સામે નારાજ થતા ચૂંટણીના સમીકરણોમાં પરિવર્તન આવ્યા હતા. યુવા ભાજપ (bjp) ના ઉપપ્રમુખ હિરેન પાડાના ધર્મપત્નીએ કોંગ્રેસ માંથી ઉમેદવારી કરતા લાઠીના રાજકારણમાં ભૂંકપ સર્જાયો હતો.આ સમગ્ર ઘટનાને લઈ લાઠી પાલિકામાં ભાજપ (bjp) માં જ આંતરકલહ જોવા મળ્યો હતો.
જેતપુર પાલીકામાં ભયંકર વિવાદ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપ (bjp) માં ભડકો જોવા મળ્યો હતો. જેતપુર પાલિકામાં 11 વોર્ડમાં 44 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. પરંતું પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયાનું મેન્ડેન્ટ ન આવતા 42 ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચવા સમર્થન જાહેર કર્યું હતું. મેન્ડેન્ટ આવેલા તમામ 42 ભાજપ (bjp) ના ઉમેદવારોએ પૂર્વ પ્રમુખ સખરેલીયાને સમર્થન જાહેર કર્યું હતું. મળતી માહિતી અનૂસાર સખરેલીયા આજે સાંજે અથવા આવતીકાલે નવી રણનીતિ નક્કી રશે.આ ઉપરાંત જો આ તમામ ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચી લેશે તો કોંગ્રેસ બિનહરીફ જાહેર થઈ શકે છે.