BJP નેતાએ પત્ની અને ત્રણ બાળકોને મારી ગોળી મારી, ત્રણના મોત, જાણો શું છે સમગ્ર મામલો?

દેશમાં હત્યાનો ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમ કે, અવારનવાર, હત્યા, ચોરી અને અપહરણ ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે એવામાં આવી જ એક ઘટના સામે આવી છે. સહારનપુર માંથી હત્યાનો મામલો સામે આવ્યો છે. સહારનપુર ના જિલ્લાના ગંગોહ ના સંગાથેડા ગામ થી હત્યાનો મામલો સામે આવ્યો છે. BJP નેતા યોગેશ રોહિલા દ્વારા પોતાની લાઇસન્સ વાળી પિસ્તોલથી પોતાની પત્ની અને ત્રણ માસૂમ બાળકોને ગોળી મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, BJP નેતા દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેમની પત્ની નેહા (32), પુત્ર શિવાંશ (4) અને દેવાંશ (7) અને શ્રદ્ધા (8) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ત્યાર બાદ તેમને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન પુત્ર શિવાંશ, દેવાંશ અને પુત્રી શ્રદ્ધાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

ઘટનાને લઈને જણાવી દઈએ કે, ગોળીબાર નો અવાજ સંભાળવાની સાથે પડોશીઓ અને યોગેશ ના કાકા ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. પરંતુ ઘરનો દરવાજો અંદરથી બંધ રહેલો હતો. લાંબા સમય સુધી દરવાજો ખખડાવ્યા બાદ યોગેશ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેના દ્વારા પોલીસને ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે, મેં મારી પત્ની અને બાળકોને ગોળી મારીને હત્યા કરી છે. તેમ છતાં આરોપી દ્વારા ભાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જ્યારે આ મામલામાં પોલીસની શરૂઆતની તપાસમાં જાણકારી સામે આવી છે કે, યોગેશને તેની પત્ની નેહાના કોઈ સાથે ગેરકાયદેસર સંબંધ હોવાની શંકા રહેલી હતી. આ શંકાના લીધે આ ઘટના સર્જાઈ હતી. તેમ છતાં હજુ સુધી આ બાબતમાં સ્પષ્ટતા થઈ નથી. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે, વિવિધ પાસાઓ પર તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ જ સમગ્ર ઘટનાને લઈને સંપૂર્ણ જાણકારી સામે આવશે.

તેની સાથે આ હત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં ગમગીન માહોલ સર્જાયો છે. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા યોગેશને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ હાથ ધરી છે. તેની સાથે પોલીસ દ્વારા લાયસન્સ વાળી પિસ્તોલ પણ જપ્ત કરી લેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, પત્ની અને બાળકોને ગોળી મારી આરોપી યોગેશ રોહિલા દ્વારા ભાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો નહોતો. પરંતુ તેના દ્વારા પોલીસ અધિકારીને આ મામલામાં ફોન કરીને જણાવ્યું હતું કે, તેને તેની પત્ની અને બાળકોને ગોળી મારી દીધી છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.

Scroll to Top