Visavadarમાં ભાજપ નેતાને પ્રચાર દરમિયાન કડવો અનુભવ થયો

VISAVADAR

Visavadarમાં ભાજપ નેતાને પ્રચાર દરમિયાન કડવો અનુભવ થયો

Visavadar ચૂંટણી પગલે બધા નેતાઓ પ્રચાર પસાર કરવા નીકળી ગયા છે. એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ ગામડે ગામડે ફરી રહ્યા છે અને GOPAL ITALIAને લોકો માન અને આવકાર આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના કામ ના કરવા માટે કડવા અનુભવો થઇ રહ્યા છે.
ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને જીતાડવા માટે આખી ભાજપની આખી ફોજ મેદાને આવી ગઈ છે. ચૂંટણી ટાણે જયારે નેતાઓને ખેડૂતોની યાદ આવી રહી છે, ત્યારે ખેડૂતો પણ નેતાઓને તેનો અરીસો બતાવી દેતા હોય છે.
ભાજપના નેતા જયારે પ્રચાર પસાર કરવા નીકળ્યા ત્યારે ગામડાના ખેડૂતે નેતાઓને ઉધડા લીધા. નેતાઓને તેના આગલી ચૂંટણી વખતે કરેલા વાયદાઓ યાદ કરાવ્યા.નેતાજી પાસે એનો કોઈ જ જવાબ નહતો.
ખેડૂતોએ પૂછ્યું કે ક્યાં ગયા એ વાયદા જે તમે કરેલા કે ૬ મહિનામાં રસ્તો બની જશે? આ આખી સિઝનમાં ખાતર નહતું મળતું ત્યારે તમે ક્યાં હતા?
આ સાંભળ્યા બાદ નેતાએ ઉલટાનું એમ કહ્યું કે તમે ડીસ્ટર્બ કરો છો…

 

આ પણ વાંચો- Gopal Italia ને Visavadar પ્રચારમાં અચાનક Surat ની યાદ આવતા બસ દોડાવશે ?

Scroll to Top