ભાજપના નેતા ડો. ભરત કાનાબારે બેફામ ખનીજ ચોરી સામે બાંયો ચઠાવી

ભાજપના દિગ્ગજ નેતાએ પોતાના પાર્ટીના જ પ્રતિનિધિઓ સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટ મારફતે સમગ્ર જીલ્લાના ધારાસભ્ય, સાસંદ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર આક્ષેપ કર્યા હતા. જીલ્લામાં જે રીતે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે તેના પર આક્રરા સવાલ પણ કર્યા હતા. તેમણે અધિકારીઓ અને પોલીસ તંત્રને સાણસામાં લીધા હતા.

જિલ્લામાં થતી બેફામ ખનીજ ચોરી સામે ડો.કાનાબાર ખફા

અમરેલી ભાજપના દિગ્ગજનેતા ભરત કાનાબારે ફરી ભાજપસામે મોર્ચો માંડ્યો છે. ડો.ભરત કાનાબારે ટ્વીટ કરીને જિલ્લામાં બેફામ ખનીજ ચોરી લાલ આંખ કરી છે. તેમણે લખ્યું કે અમરેલીમાં
રેતી ચોરી બેફામ ચાલી રહી છે તેની સામાન્ય લોકોને પણ ખબર છે પણ ભોળા ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ અને પોલીસ તંત્રને ખબર નથી. જીલ્લામાં દારૂ બાબતે લોકોએ મીડિયાએ તો અવાજ ઉઠાવવાનું પણ બંધ કરી દીધું છે. આ સમગ્ર બાબતને લઈ જીલ્લાના પ્રતિનિધિઓ પણ ચૂપ રહે છે.

2 કરોડના હપ્તાનો વહીવટ અંગે કાનાબારે ઉઠાવ્યા સવાલો

ડૉ.ભરત કાનાબાર અવારનવાર જીલ્લામાં થતી વિવિધ ગેરકાયદેસર કામો પર પ્રહાર કરતા હોય છે. તેમણે હવે ખાણ ખનિજ વિભાગ પર ટ્વીટ કરીને હંડકમ મચાવી દિધો છે. ગેરકાયદેસર કામોમાં જીલ્લાના પ્રતિનિધી અને અધિકારી કેમ ચૂપ રહે છે તેને પર પણ સવાલ કર્યા હતા. આ ઉપરાંત અખબારના કટીંગ ટ્વીટમાં પોસ્ટ કરીને પોણા 2 કરોડના હપ્તાનો વહીવટ અંગે પણ ખુલાસો કર્યો હતો.

Scroll to Top