અમરેલી જિલ્લામાં ભાજપમાં ભડકો, 2 સદસ્યોઓ રાજીનામા આપતા ખળભળાટ

– અમરેલી જિલ્લામાં ભાજપમાં ભડકો
– લીલીયા તાલુકા પંચાયતના 2 સદસ્યોએ આપ્યા રાજીનામા
– લીલીયા તાલુકા પંચાયતમાં અધિકારીઓ કે પદાધિકારીઓ સંભાળતા નથી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં બગાવતના સૂર જોવા મળે છે. ભાજપના આગેવાનો નેતા અને ક્રાર્યકરોમાં અંદરખાને વિરોધ જોવા મળે છે. તમામ કાર્યકરો અંદરોઅંદર નારજ છે. પરંતુ કોઈ આગેવાન કે નેતા સામે આવીને રજૂઆત કરતા નથી. હવે અમરેલી જિલ્લામાં ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકા પંચાયતના 2 સદસ્યોઓ રાજીનામા આપતા ખળભળાટ મચી ગયો હતો. આ બંન્ને સદસ્યોઓનો દાવો છે કે પદાધિકારીઓ અમારી વાત સંભાળતા નથી. અવારનવાર રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતના કોઈ પણ અધિકારી અમારી રજૂઆત સાંભળતા નથી.

ભાજપમાં ઉકળતો ચરૂ

લીલીયા તાલુકા પંચાયતના કંચનબેન અરજણભાઇ ધામત અને ઘનશ્યામ પ્રાગજી મેઘાણીએ આપ્યા રાજીનામા ધરી દિધા છે. આ બંન્ને તાલુકા પંચાયત સીટ નંબર 1 અને સીટ નંબર 2 ના સદસ્યો હતા. તેમને ટી.ડી.ઓ.ને રાજીનામા આપ્યા છે. ભાજપના રાજમાં કામ ના થતા હોવાના આક્ષેપ સાથે 2 સદસ્યોને રાજીનામા થી ભાજપમાં ઉકળતો ચરૂ સામે આવ્યા છે.

શું કર્યો પત્રમાં ઉલ્લેખ

હુ ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ મેઘાણી વોડૅ નં 2 ના સદસ્ય છીએ. હાલમા તાલુકા પંચાયત કચેરી વારંવાર રજુઆત કરવા સતા અધિકારી અને પદઅધિકારી અને લોકોની રજુઆત કરવા છતા કોઈ કામગીરી થાતી નથી. આ ઉપરાંત ગામપંચાયત કચેરીને પણ અવરનવર રજુઆત કરતા અમને કોઈ સાંભળતુ નથી. સામાન્ય બાબતનું પણ કામથતુ નથી લોકો અમને અવરનવર રજુઆત કરે છે. અમે કોઈનું કામનું ઉકેલ લાવી શકતા નથી એટલા માટે અમે રાજીનામુ આપીએ છીએ.

Scroll to Top