BJP in Action: ગુજરાત રાજ્યની રાજકીય પરિસ્થિતિ અને આગામી મંત્રીમંડળના વિસ્તરણ અંગેના સંકેતો પર આધારિત છે. 15મી વિધાનસભાની ટર્મ ડિસેમ્બર-2027માં પૂર્ણ થાય છે. રાજ્યની વર્તમાન સરકાર માટે કામ કરવા અને કરેલુ કામ મતદારો સમક્ષ લઈ જવા માત્ર સવા બે વર્ષનો જ સમય બાકી રહ્યો છે. જેના કારણે મંત્રીમંડળમાં ફેરફાર અને વિસ્તરણની શક્યતાઓ વધી ગઈ છે.
આ વર્ષે શરૂ થયેલા રાજ્યના ઘણા મંત્રીઓ અંગે નોન-પરફોર્મન્સ, વિવાદાસ્પદ છબિ અને જાહેર અસંતોષ જેવા મુદ્દાઓ ઊભા થયા છે. એવા મંત્રીઓને બદલીને, નવા અને વધુ કાર્યક્ષમ ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે. વિધાનસભાના બજેટ સત્ર બાદ મંત્રીમંડળમાં ફેરફાર થવાના સંકેતો અગાઉ પણ જોવા મળ્યા હતા. આ વખતે પણ એવું જ કંઈક જોવા મળી શકે છે.
આ પણ વાંચો – Padminiba Vala: મહિલા અગ્રણીનો ઓડિયો વાયરલ, શું કહ્યું પદ્મિનીબાએ? વાંચો અહીં
માર્ચ મહિનામાં વડાપ્રધાન Narendra Modi એ ગુજરાતની મુલાકાત કરી હતી અને Amit Shah પણ સતત રાજ્ય પ્રવાસે રહેતા હતા. જો કે,એપ્રિલમાં પહલગામ હુમલો પછીના ઘટનાક્રમમાં ગુજરાત જ નહીં પાડોશમાં Bharatiya Janta Party શાસિત રાજસ્થાનમાં પણ મંત્રીમંડળમાં ફેરફારના એકશન પ્લાનને સ્થગિત રખાયો હતો.
હવે જ્યારે ફરીથી સ્થિતિ સામાન્ય થઈ રહી છે ત્યારે મોદી અને શાહની મુલાકાતો, પક્ષની આંતરિક ચર્ચાઓ અને પાર્ટીના ટોચના નેતાઓની કાર્યશૈલીથી એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં મોટા સ્તરે રાજકીય બદલાવ માટે માહોલ તૈયાર થઈ રહ્યો છે. ભાજપ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને મંત્રીમંડળમાં ફેરફાર દ્વારા નવી ઊર્જા સાથે આગળ વધવા ઈચ્છે છે.
બીજું મહત્વનું પાસું એ છે કે, ભવિષ્યના નેતાઓ માટે પણ દરવાજા ખૂલે તેવો વ્યૂહરચનાત્મક પ્લાન પણ તૈયાર થઈ રહ્યો હોવાનું રાજકીય સૂત્રો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.