BJP Gujrat: ગુજરાતમાં વધુ એક ભાજપનો લેટર કાંડ સામે આવ્યો હતો. આ લેટરકાંડ અમરેલીથી નહીં પરંતુ તેના બાજીનો જિલ્લો એટલે કે ભાવનગરથી સામે આવ્યો છે. આ લેટર ભાવનગર જિલ્લાના સિહોર ભાજપનો વાયરલ થયો હતો. જેમાં 40 કરોડનો ભષ્ટાચાર કરનાર ત્રણ પરિવારોથી સિહોરની બચાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ લેટરમાં પાટીલ, રત્નાકરજીની વાત કરવામાં આવી છે. આ લેટર વાયરલ થતા ભાવનગરમાં હાહકાર મચી ગયો છે.
કોંગ્રેસે લેટર મામલે sitની રચના કરવા કરી માંગ
આ લેટર બોમ્બ વાયરલ થતા સિહોર કોંગ્રેસે સમગ્ર ઘટનામાં નિવેદન સામે આવ્યું છે.સિહોર કોંગ્રેસ યુવા નેતા જયરાજસિંહ મોરીએ કહ્યું લેટરકાંડમાં સીટની રચના કરી તપાસ કરાવો, ભાજપના લોકો કાર્યવાહીના કરવાના બદલે મૌન ધારણ કરી બેઠા છે. લેટરમાં અનેક શંકા ઉપજાવે તેવી બાબતોનો ઉલ્લેખ થયો છે. સમગ્ર પ્રકરણમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે.તમને જણાવી દઈએ કે જયરાજસિંહ મોરી ગત નગરપાલિકા ચૂંટણીમાં 2 મતોથી વિજેતા બન્યા હતા.
ભાજપના વાયરલ લેટરમાં શું હતો ઉલ્લેખ
ત્રણ પરિવારમાં નકુમ પરિવાર કારડીયા રાજપુત માનસંગભાઈ દાનસંગભાઈ નકુમ, બીજો પરિવાર મકવાણા પરિવાર તળપદા કોળી નટુભાઈ ઘનશ્યામભાઈ મકવાણા(રાધે પેંડા વાળા), ત્રીજો પરિવાર રાઠોડ પરિવાર ચતુરભાઈ જસમતભાઈ રાઠોડ, તળપદા કોળી આ ત્રણ પરિવાર છેલ્લા 30 વર્ષથી સતત નગરપાલિકાનું સંચાલન કર્યું છે. આ ત્રણ પરિવારના સભ્યો જ પ્રમુખ હોય અથવા ઉપપ્રમુખ અથવા કારોબારી ચેરમેન હોય ત્રણ હોદ્દા માંથી એક પણ હોદ્દોમાં હોય એટલે નગરપાલિકાનું સંચાલન આ ત્રણ પરિવાર માંથી જ થતો હોય અને ભ્રષ્ટાચાર કરેલો હોય છે.જેમાં 40 કરોડની ગટર યોજના,30 કરોડ પીવાના પાણીની યોજના, રોજમદારની રોજની હાજરી આ તમામ ભ્રષ્ટાચારનું કારણ આ ત્રણ પરિવાર છે. નગરપાલિકા સરખી ચલાવવા ભાજપનો રીપીટ થીઅરી લાવ્યું હતું. પરંતુ આ નગર પાલિકામાં માનસંગને બદલે ધીરુ, નટુના બદલે ઉમેશ અને ચતુરના બદલે મહેશ આ લોકો વારાફરતી ચૂંટણી લડતા હતા.