BJP Gujrat: ગુજરાતને ક્યારે મળશે નવા પ્રદેશ અધ્યક્ષ,તારીખ આવી સામે

BJP Gujrat: ભારતીય જનતા પાર્ટીને 20 માર્ચ સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. હાલમાં જેપી નડ્ડા આ જવાબદારી સંભાળી રહ્યા છે, પરંતુ તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી આવતા મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકે છે. 12 રાજ્યોમાં ભાજપ અધ્યક્ષની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ટૂંક સમયમાં વધુ 6 રાજ્યોના પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણી પૂર્ણ થશે. આ પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે.

20 માર્ચ સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે.

નિયમો અનુસાર 18 રાજ્યોમાં અધ્યક્ષની ચૂંટણી બાદ ભાજપ (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે. ભાજપના બંધારણ મુજબ ઓછામાં ઓછા અડધા રાજ્યોમાં ચૂંટણી યોજાય પછી જ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થઈ શકે છે. જેપી નડ્ડા પહેલા અમિત શાહ અને રાજનાથ સિંહ પણ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે.

18 રાજ્યોના પ્રદેશ પ્રમુખોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ

ફેબ્રુઆરીના અંત સુધીમાં 18 રાજ્યોના પ્રદેશ પ્રમુખોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ભાજપ (BJP) ના બંધારણ મુજબ દેશના ઓછામાં ઓછા અડધા રાજ્યોના પ્રદેશ પ્રમુખો ચૂંટાયા હોય ત્યારે જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે. પાર્ટીના એક નેતાના જણાવ્યા અનુસાર વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને બીજી ટર્મ આપવાને બદલે પાર્ટી નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરશે.

નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પણ પસંદગી કરશે

જો કે, ભાજપ (BJP) ના બંધારણ મુજબ કોઈ વ્યક્તિ સતત બે ટર્મ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાઈ શકે છે. આ દૃષ્ટિએ નડ્ડા ટેકનિકલી રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે લાયક છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે ફરીથી પ્રમુખ બનવાને બદલે તેમણે આ જવાબદારી નવા વ્યક્તિને સોંપવાની વાત કહી છે.

Scroll to Top