Bjp Gujarat: ગમે તે ઘડીએ પ્રદેશ અધ્યક્ષની થશે જાહેરાત, આ નામ રેસમાં આગળ…….

Bjp Gujarat:  ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરતા ટૂંક સમયમાં થવાની છે. વર્તમાન ગુજરાત ભાજપના પ્રમુખ CR પાટીલનો કાર્યકાળ લોકસભા ચૂટણી પહેલા પૂરો થઈ ગયો હતો.ત્યારબાદ અટકળો ચાલતી હતી કે,નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? દિલ્હીના આધારભૂત સૂત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે કે, નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે મયંક નાયકનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે.કમુરતા પૂરા થયા બાદ ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ (Bjp Gujarat) ની કોઈપણ સમયે જાહેરાત થઈ શકે છે.

નવા અધ્યક્ષ તરીકે મયંક નાયક લગભગ નક્કી

ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ (Bjp Gujarat) તરીકે રાજ્યસભાના સાસંદ મયંક નાયકનું નામ લગભગ નક્કી હોવાની ચર્ચા છે.આ ઉપરાંત ભાજપમાં અઘ્યક્ષ (Bjp Gujarat) બનાવવાની પેટન જોઈયે તો મોટાભાગે સાંસદ બનતા હોય છે પ્રદેશ અધ્યક્ષ, તેથી આ પ્રમાણે મંયક નાયક અધ્યક્ષ બને તેવા સંકેત મળી રહ્યા છે.જ્યારે મયંક નાયક અમિત શાહની GOOD BOOKમાં છે. ત્યારે અમિત શાહ ગુજરાતમાં હોવાથી ગમે તે ઘડીએ ભાજપના નવા અધ્યક્ષ (Bjp Gujarat) બની શકે છે. બીજી બાજૂ હાઇકમાન્ડ ઓબીસી નેતા પર પસંદગીનો કળશ ઢોળે તેવી સંભાવના ચાલી રહી છે. રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ ઓબીસી ચેહરો હોવાથી તે પણ રેસમાં ચાલી રહ્યા છે.

Scroll to Top