BJP Gujarat: ગાંધીનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજના કાર્યક્રમ દરમિયાન ઋષિ ભારતી બાપુએ કરેલા નિવેદનો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો મુદ્દો બન્યા છે. અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી મુખ્યમંત્રી (DyCM) ન બનાવાતા બાપુએ ખુલ્લેઆમ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. કાર્યક્રમમાં બોલતાં ઋષિ ભારતી બાપુએ કહ્યું કે, “અલ્પેશ ઠાકોરને DyCM બનાવવા અનેક પ્રયાસ થયા, ગાંધીનગરમાં ઘણી બેઠક અને સંમેલનો પણ યોજાયા, પરંતુ સમાજનું સૌથી મોટું મતબળ હોવા છતાં સમાજને યોગ્ય સ્થાન મળ્યું નથી.”
આ પણ વાંચો – Manoj Panara: આવનારા સમયમાં કંઈક મોટું થશે!
BJP Gujarat: ઋષિ ભારતીએ વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું કે, “ક્ષત્રિય ઠાકોર સમાજ વાઈટ કોલર ગુલામી કરે છે. સમાજના જ કેટલાક લોકો એવા છે જેમણે રાજકીય દબાણ હેઠળ વાઈટ કોલર ગુલામી કરી અને સમાજના હિતો સામે ગયા.” અલ્પેશ ઠાકોરને DyCM ન બનાવાતા તેમને વ્યક્તિગત રીતે દુઃખ થયું હોવાનું ઋષિ ભારતી બાપુએ જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મંત્રિમંડળમાં અલ્પેશ ઠાકોરને DyCM બનાવવાની સમાજની અપેક્ષા હતી, પરંતુ તે પૂરી ન થતા સમાજમાં નારાજગી ફેલાઈ છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે ઋષિ ભારતી બાપુનું આ નિવેદન રાજ્યની રાજનીતિમાં નવી ચર્ચાઓને જન્મ આપી શકે છે. એક તરફ સમાજમાં રાજકીય પ્રતિનિધિત્વને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ આ મુદ્દો આગામી રાજકીય સમીકરણોને પણ અસર કરી શકે છે. કાર્યક્રમ દરમિયાન બાપુના તાર્કિક અને તીખા શબ્દોમાં આપેલા સંદેશથી સ્પષ્ટ થયું છે કે ક્ષત્રિય ઠાકોર સમાજ પોતાની રાજકીય અવાજને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે, અને BJP Gujarat ના નવા મંત્રીમંડળમાં અલ્પેશ ઠાકોરને યોગ્ય સ્થાન ન મળતા હવે સમાજમાં નવાં રાજકીય વલણો ઊભાં થઈ શકે છે.



